CBIએ કેજરીવાલની તિહાર જેલમાંથી ધરપકડ કરી
CBI સીબીઆઈ દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી છે. SCમાં તેમની જામીન અરજીની સુનાવણી પહેલા CBIએ તેમની ધરપકડ કરી છે. તેમની અરજી પર આવતીકાલે એટલે કે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CBIએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં કેજરીવાલની પૂછપરછ કરી છે. આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરશે અને કસ્ટડી માંગશે.