Car Blast In Delhi’s Red Fort લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 10ના મોત; NIA અને NSGની ટીમો ઘટનાસ્થળે પહોંચી

Car Blast In Delhi’s Red Fort લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 10ના મોત; NIA અને NSGની ટીમો ઘટનાસ્થળે પહોંચી

Car Blast In Delhi’s Red Fort રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી છે. વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇઍલર્ટ જાહેર કરી દેવાયું છે. વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસના અનેક વાહનો આગની ઝપેટમાં આવતા બળીને ખાક થઈ ગયા છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં કાર, ટુ-વ્હીલર સહિત અનેક ગાડીઓ ખાક થઈ ગઈ છે. 

Car Blast In Delhi’s Red Fort દિલ્હી પોલીસનું પ્રથમ સત્તાવાર નિવેદન

દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ કહ્યું, કે આજે સાંજે 6.52 વાગ્યે ધીમી ગતિથી આવતી એક ગાડી રેડ લાઈટ પર ઊભો રહી અને તે બાદ તેમાં બ્લાસ્ટ થયો. આસપાસની ગાડીઓને પણ નુકસાન થયું. NIA સહિતની તમામ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી છે. મેં ગૃહમંત્રી સાથે પણ સમગ્ર ઘટના અંગે વાત કરી છે. 

Car Blast In Delhi’s Red Fort દિલ્હીમાં અનેક સ્થળો પર તપાસ શરૂ 

લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ પોલીસે દિલ્હીમાં અનેક સ્થળો પર દરોડા શરૂ કર્યા છે. કાર બ્લાસ્ટ થતાં 200 મીટર સુધીની ગાડીઓમાં આગ લાગી હતી. અનેક સ્થળો પર તપાસ શરૂ કરી દેવાઈ છે. દિલ્હીમાં જે સ્થળે બ્લાસ્ટ થયો તે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો છે. NIA અને NSGની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હજુ પણ ઈજાગ્રસ્તોને લઈને ઍમ્બ્યુલન્સ LNJP હોસ્પિટલ પહોંચી રહી છે. 

Car Blast In Delhi’s Red Fort અનેક રાજ્યોમાં હાઈઍલર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી પાસે બ્લાસ્ટની અંગે જાણકારી મેળવી છે. બ્લાસ્ટ બાદ ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં પોલીસને હાઈઍલર્ટ કરી દેવાઈ છે. 

Car Blast In Delhi’s Red Fort : 10ના મોત, અનેક ઈજાગ્રસ્ત 

બ્લાસ્ટની ઘટનામાં આઠ લોકોના મોત થયા છે જ્યારે અનેક ઈજાગ્રસ્તોને હાલ સારવાર અપાઈ રહી છે. 

Car Blast In Delhi’s Red Fort : ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે 

દિલ્હીના ફાયર વિભાગે સત્તાવાર જાણકારી આપતાં કહ્યું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે કારમાં બ્લાસ્ટનો કોલ આવ્યો હતો. જે બાદ ત્રણથી ચાર અન્ય વાહનો પણ આગની લપેટમાં આવી ગયા. ફાયર વિભાગની કુલ સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરુ કરી દેવામાં આવી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *