Cancer : ઉત્તર પ્રદેશમાં દરેક બીજા પુરુષ દર્દીમાં કેન્સરનું કારણ તમાકુ

Cancer : પુરુષોમાં 53 ટકાથી વધુ કેન્સર તમાકુથી સંબંધિત તો મહિલાઓ માટે આ આંકડો લગભગ 15 ટકા 

Cancer : રેડિયોથેરાપી અને મેડિકલ ઓન્કોલોજી વિભાગના નિષ્ણાતોએ ‘રોગને દૂર રાખવા માટે આત્મસંયમ’ની જરૂરિયાત પર ભાર મૂક્યો

Cancer : ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નેશનલ કેન્સર રજિસ્ટ્રીનો ચોંકાવનારો ડેટા સામે આવ્યો છે. ICMRના નેશનલ કેન્સર રજિસ્ટ્રીના ડેટા દર્શાવે છે કે, ઉત્તર પ્રદેશમાં દરેક બીજા પુરુષ દર્દીમાં કેન્સરનું કારણ તમાકુ છે. આંકડા દર્શાવે છે કે, પુરુષોમાં 53 ટકાથી વધુ કેન્સર (Cancer) તમાકુથી સંબંધિત છે. મહિલાઓ માટે આ આંકડો લગભગ 15 ટકા છે, જ્યારે રાજ્યમાં સરેરાશ 37.5 ટકા છે.

ICMR રિપોર્ટ દર્શાવે છે કે, આમાંના મોટાભાગના કેન્સર મોં, ફેફસાં અને અન્ય ઉપલા શ્વસન માર્ગ સાથે સંબંધિત છે. મોટાભાગના દર્દીઓ કેન્સરના (Cancer) છેલ્લા તબક્કામાં હોસ્પિટલોમાં પહોંચે છે, જ્યાં સારવારના વિકલ્પો મર્યાદિત બની જાય છે. SGPGIMSના રેડિયોથેરાપી અને મેડિકલ ઓન્કોલોજી વિભાગના નિષ્ણાતોએ ‘રોગને દૂર રાખવા માટે આત્મસંયમ’ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સિનિયર ફેકલ્ટી પુનીતા લાલે જણાવ્યું હતું કે, આત્મ-નિયંત્રણ અપનાવવું અને તમાકુ સૌથી સરળ અને અસરકારક નિવારક વ્યૂહરચના એ છે કે તેનાથી દૂર રહેવું. જેને કોઈપણ અપનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *