આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં સવારે 10 કલાકે કેબિનેટ બેઠક મળશે, ઈ-સરકાર પ્રોજેક્ટ સંદર્ભે તેમજ બજેટની તૈયારીઓની સમિક્ષા કરાશે
G-20 બેઠકને લઈ ગુજરાતમા થનારી બેઠક પર થશે સમિક્ષા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના અધ્યક્ષતામા મળશે કેબિનેટ બેઠક
આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં સવારે 10 કલાકે કેબિનેટ બેઠક મળશે, ઇ-સરકાર પ્રોજેક્ટ સંદર્ભે તેમજ બજેટની તૈયારીઓની સમિક્ષા કરવામાં આવશે. બજેટની વિભાગવાર થઈ રહેલી બેઠકની સમિક્ષા કરવામાં આવશે. કોરોનાના કેસ તથા વેક્સિનેશનની પણ સમિક્ષા કરવામાં આવશે. G-20 બેઠકને લઈ ગુજરાતમાં થનારી બેઠક પર સમિક્ષા થશે.
ઈ સરકાર પ્રોજેક્ટ સંદર્ભે કેબિનેટમા થશે સમિક્ષા
આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળશે. જેમાં પતંગ મહોત્સવને લઈ તૈયારીઓની સમિક્ષા થશે. ઈ સરકાર પ્રોજેક્ટ સંદર્ભે કેબિનેટમા સમિક્ષા થશે તેમજ સરકાર નીતિવિષયક બાબતો પર સમિક્ષા કરવામાં આવશે.
અગાઉની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો હતો
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની જોગવાઈ હેઠળ આવતા પ્રિ- વોકેસનલ વિદ્યાર્થીઓ કે જેઓ 6થી8 ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ માટે 10- બેગલેસ ડે ની જોગવાઈ કરવામાં આવી છે. જેનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે. જેમાં જુદા જુદા સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી, આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવશે.