માંડવી ના શિક્ષક દંપતિ એ પુત્રવધૂ ને C A બનાવી પુત્રવધૂના અધૂરાં સપના ને સાકાર કરી, સમાજમાં દ્રષ્ટાંત પુરુ પાડ્યું

માંડવી ના શિક્ષક દંપતિ એ પુત્રવધૂ ને C A બનાવી પુત્રવધૂના અધૂરાં સપના ને સાકાર કરી, સમાજમાં દ્રષ્ટાંત પુરુ પાડ્યું

C A: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ગત મે – 2023 માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ તાજેતરમાં 11.91 % જાહેર કરવામાં આવ્યું જેમાં માંડવીને શિક્ષક દંપતિ ના પુત્રવધુ શ્રીમતી ડોલી જયકુમાર ગણાત્રા ઉત્તીર્ણ થતા સમાજ માટે એક દિશા ચિન્હ ઊભી કરી હોવાનું રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શ્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

C A : દેશ, સમાજ અને પરિવારના ઉજવળ ભવિષ્ય માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ મહત્વનું છે. અને તેનું પહેલું પગથિયું છે ‘યોગ્ય શિક્ષણ’.સારું શિક્ષણ જ સ્ત્રીઓને સશક્ત નારી બનાવવામાં મદદરૂપ બની શકે છે. એ અનુસાર ગત વર્ષે જ લેવાય લગ્ન બાદ ‘પુત્રથી પણ વધુ પ્રિય એવી પુત્રવધૂ’ના અધુરો રહેલા અભ્યાસને પૂર્ણ કરવા માટે તેમજ સમાજમાં એક ઉદાહરણ પ્રસ્થાપિત કરવા માટે અનોખા પ્રયાસ રૂપે નવતર પ્રયોગ હાથ ધરીને ‘વેવિશાળ’ સમયે ‘વેવાઈ’ને આપેલ ‘કોલ’ આજ પરિપૂર્ણ થયા બદલ શિક્ષક દંપતિ સંતોષની લાગણી અનુભવે છે. વધુમાં તેઓએ નિષ્ઠાપૂર્વક બજાવેલ ફરજ દરમિયાન વિદ્યાર્થીઓને આપેલ ‘વિદ્યાદાન’ નું કુદરતે ઉત્કૃષ્ઠ વળતર વાળી દીધું હોવાનું શિક્ષક દંપતિ એ જણાવ્યું હતું.

C A: પુત્રવધુને સતત પ્રોત્સાહિત કરનારા ને યત્ર નાયૅસ્તુ પૂજયન્તે તંત્ર રમન્તે દેવતા -મનુસ્મૃતિ અનુસાર સાચા અર્થમાં સાર્થક કરનાર ‘શિક્ષક દંપતિ’ માંડવી શહેરની શ્રી તાલુકા ગ્રુપ પ્રાથમિક શાળા નં- 1 (દરબારી શાળા)માંથી હાલમાં વય નિવૃત લેનાર શ્રી ઈશ્ર્વરલાલ ગણાત્રા અને શહેરની શ્રી જૈનનુતન પ્રાથમિક શાળા નં – 3માંથી તાજેતરમાં જ નિવૃત થનાર હીનાબેન ગણાત્રાની ‘પુત્રવધુ’ છે. જેઓના પુત્ર જયકુમાર ગણાત્રા (ઈ.સી.એન્જિનિયર) હાલે અમદાવાદમાં ઇન્ફોચીપ કંપનીમાં ફરજ બજાવે છે જેઓ આજે ગૌરવની લાગણી અનુભવે છે.

C A : જ્યારે હાલમાં અમદાવાદ ભુજ મર્કન્ટાઈન બેંકમાં જોબ કરતી ‘પુત્રવધુ’ ડોલી ગણાત્રાએ સૌપ્રથમ ઇષ્ટદેવના આશીર્વાદ સાથે પતિદેવ – જયકુમાર ગણાત્રા, શિક્ષક દંપતિ – સાસુ સસરા, કેનેડા રહેતા જેઠાણી – જેઠ – રૂપલબેન સંજય ગણાત્રા, માતા પિતા – મીનાક્ષીબેન રવિભાઈ ઠક્કર, નાનોભાઈ – અભિષેક તેમજ તમામ માર્ગદર્શકશ્રીઓ, સમગ્ર પરિવારની સાથે સાથે પાયાનું શિક્ષણ આપનાર ‘માતૃછાયા કન્યા વિદ્યાલય -ભુજ’ના તમામ ગુરુજનો નો આભાર વ્યક્ત કર્યો હતો. C A સી.એ.ની ડિગ્રી હાંસલ કરવા બદલ માંડવી- ભુજ લોહાણા મહાજન, સ્નેહીજનો, મિત્રમંડળ વગેરે તરફથી અભિનંદન મળી રહ્યા હોવાનું શ્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *