યમુનોત્રી જતી બસ ઊંડી ખીણમાં પડી હૃદયદ્રાવક અકસ્માત
યમુનોત્રી જતી બસ ઊંડી ખીણમાં પડી હૃદયદ્રાવક અકસ્માત
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે સાંજે મધ્ય પ્રદેશના આશરે 30 તીર્થયાત્રીઓથી ભરેલી બસ આશરે 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આ ઘટનામાં 26 લોકોના મોત થયા છે. તમામ યાત્રી ચારધામ યાત્રા પર જઈ રહ્યા હતા. NDRF ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પણ દહેરાદૂન જઈ રહ્યા છે. આ ઘટનામાં મૃતકોનો આંક વધીને 26 થયો છે.આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓના પરિવારોને મધ્ય પ્રદેશ સરકારે રૂપિયા 5-5 લાખ સહાયતા કરવાની જાહેરાત કરી છે.
આ બસ આશરે 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી. DGP અશોક કુમારે જણાવ્યું છે કે ઉત્તરકાશી માટે મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાથી આ બસ આવી હતી અને યમુનોત્રી નેશનલ હાઈવે પર ડામટા નજીક ખીણમાં પડી હતી.અંધારાને લીધે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે.
બસમાં ડ્રાઈવર અને કંડક્ટર સિવાય 14 પુરૂષો અને 14 મહિલાઓ હતી.
રાજકુમાર (38) રાજકુંવર (58, મહિલા) મેનકા પ્રસાદ (56) સરોજ (54, મહિલા) બદ્રી પ્રસાદ (63) કરણ સિંહ (62) ઉદય સિંહ (63) હક્કી રાજા (60) ચંદ્રકલી (61, મહિલા) મોતીલાલ (62) ) બલદેવ (77,મહિલા) કુસુમ બાઈ (77, મહિલા) અનિલ કુમારી (50,મહિલા) કરસન બિહારી (69) પ્રભા (63, મહિલા) શકુંતલા (60, મહિલા) પાર્વતી (62, મહિલા) શીલાબાઈ (61,મહિલા) વિશ્વકાંત (39) ચંદ્રકલા (57, મહિલા) કાંચેડીલાલ (62) રાજાભાઈ (59) ધનીરામ (72) કંબાઈ (57, મહિલા) વૃંદાવન (61) કમલા (59, મહિલા) રામસખી (63) ગીતાબાઈ (55, મહિલા).
યાત્રીઓના નામ જાહેર થયા
ડામટામાં બસ ખીણમાં પડતા હૃદયદ્રાવક ઘટનાના હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. શ્રદ્ધાળુઓ આક્રંદ કરતા હતા. આ દુખદ દ્રશ્યો જોઈ સ્થાનિક લોકો પણ બચાવ કાર્ય માટે દોડી આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શક્ય તમામ સહાયતાની ખાતરી આપી હતી.આ સાથે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારોને 2-2 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજાર આપવાની જાહેરાત કરી છે.