BSE સેન્સેક્સે રચ્યો ઇતિહાસઃ નિફ્ટી 22,500ને પાર

BSE : શેરબજારે આજે નવો રેકોર્ડ બનાવ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ સૌપ્રથમ વાર 22,500ને પાર બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સે ઇન્ટ્રા-ડેમાં 74,501નો નવી ઊંચી સપાટી સર કરી હતી. ઊંચા મથાળેથી જોકે પ્રોફિટ બુકિંગ થયું હતું. બધા 13 સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ તેજી સાથે બંધ થયા હતા. રોકાણકારની હવે આવતી કાલની RBIની ધિરાણ નીતિ પર નજર છે.

BSE : સ્થાનિક બજારોમાં પ્રારંભે સેન્સેક્સ ગઈ કાલની બંધની તુલનાએ ઊંચામાં ખૂલ્યો હતો અને 74,501.73નો હાઇ બનાવ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 350.81 પોઇન્ટ વધીને 74,227 અને નિફ્ટી 108.95 પોઇન્ટ વધીને 22,543ના મથાળે બંધ થયો હતો.

HDFC બેન્કના ચોથા ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહ આવતાં તેજી થઈ હતી. આ સાથે BSE પર લિસ્ટેડ બધી કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 400 લાખ કરોડે પહોંચ્યું હતું. નિફ્ટી મિડકેપ પણ રેકોર્ડ સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ સૌપ્રથમ વાર 50,000ને પાર થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.25 લાખ કરોડનો વધારો થયો છે.

BSE : બજારમાં આજે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. સેન્સેન્કેસ બેતરફી વધઘટે અંતે તેજી સાથે બંધ થયો હતો. એક્સચેન્જ પર કુલ 3947 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2454 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1395 શેરોમાં ઘટાડો થયો હતો. 95 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 214 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે સાત શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટી સર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *