
અકસ્માત સમયે BRTS બસમાં 4 મુસાફરો સવાર હતા
અમદાવાદમાં ફરીવાર BRTS બસનો અકસ્માત થયો છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં ઈસરો પાસે આજે સવારે 11 વાગ્યાની આસપાસ BRTSની બસનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં સદભાગ્યે ચાર જ પેસેન્જર સવાર હતાં. જેમાં બે પેસેન્જરને સામાન્ય ઈજાઓ થઈ છે. બસની આગળ અન્ય કોઈ બસ નજીક ના હોવાના કારણે મોટો ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. કોઈપણ વ્યક્તિને જાનહાની થઈ ના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત પછી બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી અને પોલ સાથે ટકરાઇ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોટોના ટોળા ઉમટી પડ્યા હતા.અકસ્માતને પગલે ડરી ગયેલા મુસાફરો માં દહેશત ફેલાઇ હતી.