BREAKING : હવે રાજ્યમાં 34 જિલ્લા , વાવ-થરાદ નવો જિલ્લો જાહેર:વડુમથક થરાદ બનશે, નવી 9 મનપાની પણ જાહેરાત કરાશે

BREAKING
BREAKING

BREAKING : હવે રાજ્યમાં 34 જિલ્લા , વાવ-થરાદ નવો જિલ્લો જાહેર:વડુમથક થરાદ બનશે, નવી 9 મનપાની પણ જાહેરાત કરાશે

BREAKING : ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાશે. જેમાં થરાદ જિલ્લામું મુખ્ય મથક રહેશે. સાથે આજે પાટણ, મહેસાણા, નવસારી, પાલડી અને વાપી સહિત પાલિકાને નવી 9 મહાનગરપાલિકાની પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે.

નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને સરકારે ભેટ આપી છે. વાવ-થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે.

BREAKING : લાંબા સમયથી ચાલતી ચર્ચાઓનો આખરે અંત

બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓની સરખામણીએ થરાદ , વાવ, સુઇગામ, ભાભર, દિયોદર અને લાખણી એમ તાલુકાનો જિલ્લો થરાદને બનાવાથી ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. જેમાં દિયોદર અને થરાદમાંથી જિલ્લો કોને જાહેર કરવો એની અસમંજસ સરકારમાં હતી. જેને આજે થરાદને જિલ્લો બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. થરાદનું અંતર પાલનપુરથી 80 કિલોમીટર દુર છે, જેને જિલ્લો જાહેર કરાતા વહીવટી કામોમાં સરળતા રહેશે અને વિકાસ કામગીરીને વેગ મળશે.

નવો જિલ્લો બનાવવાની પ્રક્રિયા શુ છે?

આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરીના અધિકારીએ જણાવ્યું કે, નવો જિલ્લો બનાવવો એ સરકારની નિતિ વિષયક બાબત છે. સરકાર નિર્ણય કરે તો પછી નવા જિલ્લાનો વિસ્તાર, વસ્તી, ગામડા, નકશાનું ડિમારકેશન સહિતના ચેકલીસ્ટની દરખાસ્ત કરવામાં આવે છે. જે પછી સરકાર દ્વારા આગળની પ્રોસેસ હાથ ધરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *