BREAKING હિંમતનગરમાં ડોગ સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસકર્મીની પત્ની-પુત્રનો નરોડામાં આપઘાત
BREAKING : અમદાવાદના નરોડાનાં હંસપુરામાં માતા-પુત્રનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે. 7 વર્ષના દીકરાને ફેંક્યાં બાદ માતાએ પણ બિલ્ડિંગના ત્રીજા માળેથી પડતું મૂક્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.
7 વર્ષના બાળકનું નામ રિધમ અને 33 વર્ષીય મહિલાનું નામ વિરાજબેન વાણીયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલાના પતિ મિતેષકુમાર વાણીયા પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. હિંમતનગરમાં ડોગ સ્ક્વોડમાં ફરજ બજાવે છે. બાળક માનસિક અસ્થિર હતો અને માતાની પણ માનસિક બીમારીની દવા ચાલતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે પરિવારના નિવેદન લઈને તપાસ શરૂ કરી છે.