BREAKING જમીન કૌભાંડમાં વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા
વલસાડના કલેક્ટર આયુષ ઓકને 2000 કરોડની જમીન કોભાંડ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત કલેક્ટરની ફરજ દરમિયાન જમીનમાં કરેલા ગોટાળા બદલ રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા સન્નાટો વ્યાપી ગયો છે.