BREAKING આંદામાન નજીક દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત

ફાઇલ ફોટો
ફાઈલ ફોટો

BREAKING : આંદામાન નજીક દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત:માછીમારોની બોટમાંથી મળ્યું, કોસ્ટ ગાર્ડે પકડેલું અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ

વિશ્વસનીય સૂત્રો થી મળતી માહિતી મુજબ ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાન નજીકનાી દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત કર્યું છે. સંરક્ષણ અધિકારીઓએ સોમવારે સવારે જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડે આટલું મોટું કન્સાઇનમેન્ટ અગાઉ ક્યારેય પકડ્યું નથી. આ ડ્રગ્સ ફિશિંગ બોટમાંથી મળી આવ્યું હતું.

ડ્રગ્સના પ્રકાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. આ કેસમાં પૂછપરછ અને ધરપકડ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે મામલાની તપાસ બાદ જ માહિતી આપવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *