BREAKING: અમદાવાદ ખાતે ઉંદર મળ્યા બાદ ઢોસા રેસ્ટોરેન્ટ સીલ
આજે અમદાવાદના નિકોલમાં આવેલ દેવી ઢોસા રેસ્ટોરેન્ટમાં એક ગ્રાહકને સંભારમાં ઉંદર મળ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. અમદાવાદ મનપાએ કાર્યવાહીના પગલે દેવી ઢોસા રેસ્ટોરેન્ટને સીલ કરી દીધુ છે. સંભારમાં મૃત ઉંદર મળી આવ્યો હતો. ગ્રાહકની ફરિયાદ બાદ સમગ્ર કાર્યવાહી કરાઈ છે. સાફ સફાઈ મામલે પણ મનપાને અભાવ જોવા મળ્યો હતો.