બોટાદના (Botad) કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જતાં 5 વ્યક્તિના મૃત્યુ થયા છે, તમામ મહંમદ નગર વિસ્તારના રહેવાસી હતા
બોટાદમાં (Botad) મોટી દુર્ઘટના ઘટી છે, કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જવાથી પાંચ વ્યક્તિઓના મોત થયા છે. વિગતો મુજબ પાંચ વ્યક્તિઓ તળાવમાં ન્હાવા પડ્યાં હતા જ્યાં તેમનુ ડૂબવાથી મોત થયું છે. જો કે, સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
Botad: પાંચ વ્યક્તિઓનું ડૂબવાથી મોત
સમગ્ર બાબતની જાણ પોલીસને થતાં એસપી, પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો તેમજ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પાપ્ત વિગતો મુજબ ન્હાવા પડેલા બે વ્યક્તિઓ ડૂબવા લાગ્યા હતાં ત્યારે તેમને બચાવવા માટે અન્ય ત્રણ વ્યક્તિઓ પણ તળાવમાં છલાંગ લગાવી હતી પરંતુ તેમને પાણીમાં તરતા ન આવડતું હોવાથી તે પણ ડૂબ્યા હતા. આમ પાંચ વ્યક્તિઓનું ડૂબવાથી મોત થયું છે.
ફાયર વિભાગે મૃતદેહોને બહાર નીકાળ્યા
ફાયર વિભાગે મૃતદેહોને બહાર નીકાળવા માટે લગભગ દોઢ કલાક જેટલો સમય જહેમત ઉપાડી હતી. જે બાદ પાંચેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
પરિવારમાં આક્રંદ
કૃષ્ણસાગર તળાવમાં બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં અરરાટી વ્યાપી જવા પામી હતી તેમજ પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો છે. પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડૂબનાર પાંચ વ્યક્તિઓ મહંમદ નગર વિસ્તારમાં રહેતા હતા
Drugs : હિંદ મહાસાગરમાંથી ઝડપાયો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો
અગાઉ વિજાપુરમાં બે યુવક ડૂબ્યા હતા
થોડા દિવસ અગાઉ વિજાપુરના આગલોડ ગામમાં સેલ્ફી લેવા જતા બે યુવક સાબરમતી નદીમાં ડૂબ્યાની ઘટના સામે આવી હતી. અમદાવાદથી ચાંદલાવિધિના પ્રસંગમાં આવેલા બે યુવક નદીમાં ડૂબ્યા હતા જે બન્ને યુવકનું નદીમાં ડૂબી જવાથી મોત થયુ હતું. બન્ને યુવક ગામની સાબરમતી નદીમાં સેલ્ફી લેવા માટે ઉતર્યા હતા ત્યારે સેલ્ફી લેવા જતાં એક યુવકનો પગ લપસતા નદીમાં ડૂબ્યો હતો ત્યારે ડૂબતા યુવાનને બચાવવા જતાં બીજો યુવક પણ નદીમાં ડૂબ્યો હતો. જે બંન્નેમાંથી એકપણને તરતા ન આવડતું હોવાથી બંન્નેના ડૂબવાથી મોત થયા છે.