અરવલ્લી જીલ્લા એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર આઈ-20 કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી રાજસ્થાનના બે બુટલેગરો હિંમતનગરના બુટલેગરને પહોંચાડે તે પહેલા દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
શામળાજી પીએસઆઈ વી.ડી. વાઘેલા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી આઈ-20 કારને અટકાવી તલાસી લેતા કારની પાછળની સીટ નીચે બનાવેલ ગુપ્તખાના માંથી બિયર ટીન નંગ-156 કીં.રૂ.18720/- નો જથ્થો જપ્ત કરી રાજસ્થાની કાર ચાલક ધનપાલ કાલુરામ ડામોર અને હરિપ્રકાશ દેવજીલાલ ભગોરાને ઝડપી પાડી બિયર, કાર, મોબાઈલ મળી રૂ.2.23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાનના 1)છાણીનો ઠેકવાળો, કરાવાડાનો દિલીપ કલાલ અને દારૂનો જથ્થો મંગાવનાર હિંમતનગરના અજાણ્યા બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવા માટે રતનપુર બોર્ડ એક લાલ જાજમ સમાન છે ત્યારે સતત પોલિસે આવા કારસ્તાનનો પર્દાફાશ કરી દે છે