જન્મદિવસ સ્પેશિયલ : બૉલીવુડનો ઑલરાઉન્ડર માનવામાં આવતા ફરહાન અખ્તર નું આજે જન્મદિવસ

બૉલીવુડ એક્ટર ફરહાન અખ્તર 9 જાન્યુઆરીએ પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મલ્ટી-ટેલેન્ટેડ એક્ટર અને ફિલ્મમેકર ફરહાન અખ્તરનો જન્મ 9 જાન્યુઆરી 1974ના રોજ મુંબઈમાં થયો હતો.

મલ્ટી-ટેલેન્ટેડ એક્ટર અને ફિલ્મમેકર ફરહાન અખ્તરનો જન્મ 9 જાન્યુઆરી 1974ના રોજ મુંબઈમાં થયો હતો. પ્રખ્યાત લેખક અને ગીતકાર જાવેદ અખ્તર અને હની ઈરાનીનો પુત્ર ફરહાન ખાનને બૉલીવુડનો ઑલરાઉન્ડર માનવામાં આવે છે.
ફરહાન ખાન એક સાફ-સુથરી છબિવાળા અભિનેતા છે અને તેની ગાયકી માટે પણ પ્રખ્યાતા છે. તેમણે બૉલીવુડમાં પોતાનો જે સમય વિતાવ્યો છે, એમાં તેણે દિગ્દર્શક, અભિનેતા અને બાદ તેઓ નિર્માતા તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે.

તમને જણાવી દઈએ કે ફરહાન અખ્તરે માત્ર 17 વર્ષની વયે ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે વર્ષ 1991માં ફિલ્મ ‘લમ્હે’થી આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. 2001ની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’થી ફરહાન ખાને ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ કર્યું, જેમાં તેને બેસ્ટ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય એવૉર્ડ આપવામાં આવ્યો હતો.
આ પછી ફરહાન અખ્તરે વર્ષ 2004માં લક્ષ્યનું નિર્દેશિત કર્યું હતું. જેના માટે તેના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. ફરહાન ખાને વર્ષ 2008માં ફિલ્મ ‘રૉક ઑન’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મમાં એક્ટિંગ માટે તેમને અનેક એવૉર્ડ્સ પણ મળ્યા હતા.
બાદ ફરહાન ખાને ‘લક બાય ચાન્સ’માં વિક્રમનો રોલ ભજવ્યો છે, જે અભિનેતા બનવાના ઈરાદે મુંબઈ આવે છે. આ ફિલ્મનું નિર્દેશન ફરહાનની બહેન ઝોયા અખ્તર દ્વારા કરાઈ હતી. ‘જિંદગી ના મિલેગી દોબારા’ અને ‘ભાગ મિલ્ખા ભાગ’ જેવી સફળ ફિલ્મોમાં ફરહાન ખાન જોવા મળ્યા હતા. ફરહાન અખ્તર સોશિયલ મીડિયા પર પોતાની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે ફરહાનની પત્ની અધૂના સાથે 16 વર્ષ સુધી સાથે રહ્યા બાદ છૂટાછેડા થઈ ગયા. ફરહાન ખાનની બે પુત્રીઓ છે શાક્યા અને અકીરા.
ફરહાન ખાને છેલ્લીવાર સ્ક્રિન પર પ્રિયંકા ચોપડા સાથે ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિન્ક’માં જોવા મળ્યો હતો. તાજેતરમાં ફરહાન ઓમપ્રકાશ મેહરાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘તૂફાન’માં વ્યસ્ત છે, જે એક બૉક્સરની વાર્તા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *