યુનિટી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માંડવી ખાતે રક્તદાન શિબિર નું આયોજન

રકતદાન એ મહાદાન

યુનિટિ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ માંડવી દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરાતી હોય છે. ત્યારે કોરોના ના કપરા સમયમાં પણ આ ગ્રુપના યુવાનો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન માંડવી સિવિલ હોસ્પિટલ ખાતે કરાયું હતું. કોવિડ ગાઈડ લાઈન ને અનુસરીને માંડવીમાં બહોળી સંખ્યામાં લોકોએ જાણે આજે રક્તદાન નું પર્વ હોય તે રીતે રકતદાન કર્યું અને રકતદાન એ મહાદાન છે તે શબ્દ ને આજરોજ લોકોએ માંડવી મધ્યે સાર્થક કર્યો હતો.

આ પ્રસંગે દીપ પ્રાગટ્ય ડો.કિશોર રોય,ડો.વિશ્વા જેઠવા ,ડો.ધ્રુમીત પટેલ,માંડવી નગરસેવિકા પૂજાબેન મોતીવરસ,ભારતીબેન વાડા,વિજયભાઈ ચૌહાણ ના હસ્તે કરવામાં આવ્યું હતું.આ રકતદાન શિબિર માં મુખ્ય અતિથિ તરીકે માંડવી નગર અધ્યક્ષા હેતલ સોનેજી ઉપસ્થિત રહ્યા હતા. યુનિટી દ્વારા કરાતી સેવાકીય પ્રવૃત્તિઓ માટે નગર અધ્યક્ષાએ ગ્રુપના યુવાનોને બિરદાવ્યા હતા જયારે રક્તદાતાઓમાં જાગૃતિ લાવવા માટે નખત્રાણાના મામલતદાર વસંતલાલ સોલંકી ખાસ ઉપસ્થિત રહી પોતે પણ રક્તદાન કરી યુવાઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.

માંડવી નગરપાલિકાના નગર સેવક પારસ સંઘવી,અમિતભાઇ મહેતા,ચેતનભાઈ ખત્રી,ભગવાનભાઈ માલમ, લાલજી ભાઈ માલમ,ભરતભાઇ કોલી,સુરેશભાઈ ખત્રી,કમલ ભાઈ આસોડિયા,રાજુભાઈ માલમ,જયેશભાઇ ખત્રી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન યુનિટી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ નિલેશભાઈ મોતીવરસ અને રીન્કુભાઈ છાટપાર એ કર્યું હતું.શિબિરને સફળ બનાવવા મહેશભાઈ જોશી,જગદીશભાઈ ગઢવી,જુબેર રાયમા,સુરેશ ભાઈ ચૌધરી ,શબીર મેમણ એ જહેમત ઉપાડી હતી.આભાર વિધી અજય ખત્રી એ કરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *