કોડીનારના BLO શિક્ષકે આત્મહત્યા કરી

કોડીનારના BLO શિક્ષકે આત્મહત્યા કરી

BLO : કોડીનારના BLO શિક્ષકે આત્મહત્યા કરી:SIR કામગીરીના દબાણથી માનસિક તણાવ, સુસાઇડ નોટમાં લખ્યું- છેલ્લા કેટલાય દિવસથી સતત થાક અને તણાવ અનુભવું છું

BLO : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવને કારણે આ પગલું ભર્યું હતું.

LIVE : 𝘽𝙎𝙁 𝘿𝙞𝙖𝙢𝙤𝙣𝙙 𝙅𝙪𝙗𝙞𝙡𝙚𝙚 𝘾𝙚𝙡𝙚𝙗𝙧𝙖𝙩𝙞𝙤𝙣

BLO : પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકે આત્મહત્યા કરતા પહેલાં પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેમણે ઉપલી કચેરીની SIR કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

BLO : અરવિંદ વાઢેર છારા કન્યા શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

BLO : આ દુઃખદ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *