હાર્દિક પટેલ 2 જૂને CM અને CRની હાજરીમાં કમલમમાં કેસરિયો ખેસ ધારણ કરશે
હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે એવી ચર્ચાઓ જોર પકડ્યું હતું, પરંતુ હવે તેઓ આગામી 2 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. કમલમમાં બપોરે બાર વાગ્યે સત્તાવાર રીતે હાર્દિક પટેલ કેસરિયો ખેસ ધારણ કરશે.