BJP: ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન આપ્યા બાદ ચર્ચામાં આવી ગયેલા રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ દિલ્હીથી પરત આવતા જ મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજ સહિત મને તમામ સમાજના લોકોનું પૂરેપૂરું સમર્થન છે. ક્ષત્રિય સમાજ મુદ્દે મારે હવે કંઇ કહેવું નથી. વિવાદને ભડકાવવાનો મારો કોઈ આશય નથી.
BJP: રૂપાલાએ મીડિયાને આપી સલાહ
દિલ્હીથી પરત આવતા જ રૂપાલાએ મીડિયાને પણ સલાહ આપી હતી કે તેઓ આ મુદ્દાને વધારે હવા ન આપે. તેમણે કહ્યું કે અમારા સમર્થનમાં તમામ સમાજ છે. ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન બતાવ્યું છે. મેં તેમના નામો પણ કહ્યા છે અને અત્યારે પણ તેમના નામ જાહેર કરી શકું છું. પરંતુ આ વિવાદને હું વધારે ચગાવવા માગતો નથી.