BJP : પક્ષપલટુઓના વિરોધમાં ઉતર્યા ગડકરી, કહ્યું- ભાજપના પાકમાં જીવડાં લાગી ગયા, દવા છાંટવાની જરૂર

Nitin Gadkari

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શનિવારે ભાજપમાં BJP બળવાખોર નેતાઓના પ્રવેશ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગડકરીએ કહ્યું કે, જેમ-જેમ પક્ષનું વિસ્તરણ વધી રહ્યું છે, થોડી સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. પક્ષે પોતાની સ્વચ્છતા અને પ્રમાણિકતા જાળવી રાખવા પગલાં લેવા પડશે. આડેધડ સભ્યોનો પક્ષમાં પ્રવેશ પક્ષને બદનામ કરી શકે છે. 

બીમાર પાકનુ ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું હતું કે, પક્ષે હવે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવો પડશે. જ્યારે પાક વધે છે, ત્યારે બીમારીઓ પણ વધે છે અને ભાજપનો BJP પાક ખૂબ વિકસિત થઈ રહ્યો છે. જેમાં સારા અનાજની સાથે સાથે અમુક ખરાબ પાક પણ પાકી રહ્યો છે. જેને દૂર કરવો અત્યંત જરૂરી છે. ભાજપના વધતાં સામ્રાજ્યની સાથે અન્ય રાજકીય નેતાઓ અને કાર્યકારોના પક્ષમાં જોડાણની પ્રક્રિયા પર નજર રાખવી પડશે. તેમજ નવા સભ્યોને પક્ષની વિચારધારા અને સંસ્કૃતિથી માહિતગાર કરવા પડશે.

BJP ભાજપની વિચારધારાને અનુસરવી જરૂરી

ભાજપ BJP કાર્યકરોનો પક્ષ છે, નવા નવા લોકો અનેક કારણોસર ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેથી આપણી જવાબદારી છે કે, તેમને ભાજપની વિચારધારા અને સંસ્કૃતિથી માહિતગાર કરાવીએ, પરંપરાને અનુસરવા પર્યાપ્ત શિક્ષણ આપીએ. અમારો પ્રયાસ સતત જારી છે. હજારો કાર્યકરો જોડાય છે, પરંતુ ક્યારેક કોઈ એવો ખરાબ કાર્યકર જોડાઈ જાય તો તેનાથી હજારો કાર્યકરોનો પ્રયાસ નિષ્ફળ બની શકે છે.

સરકાર ધર્મનિરપેક્ષ હોવી જોઈએ

ગડકરીએ ભારતીય બંધારણમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતોનું મહત્ત્વ દર્શાવતાં ભાર મૂક્યો છે કે, સરકાર અને સત્તા કરનારા ધર્મનિરપેક્ષ હોવા જરૂરી છે. એક વ્યક્તિ ક્યારેય ધર્મનિરપેક્ષ હોઈ શકે નહીં, પરંતુ રાજ્ય, સરકાર અને શાસક ધર્મનિરપેક્ષ હોવો જોઈએે. મહારાષ્ટ્રમાં ભાજપના BJP પ્રદર્શન અને 2024ની લોકસભા ચૂંટણીમાં ઓછી બેઠકો પર ચિંતા વ્યક્ત કરતાં ગડકરીએ જણાવ્યું હતું કે, મહરાષ્ટ્રમાં મને કોઈ ઔપચારિક ભૂમિકા જોઈતી નથી. અહીંના નેતાઓ સક્ષમ છે, તેમને મારી જરૂર નથી. પરંતુ જ્યારે પણ જરૂર પડશે હું હંમેશા તેમની સાથે રહીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *