અમદાવાદમાં K.D હોસ્પિટલના સર્વરમાં સાયબર અટેક થતાં દર્દીઓના ડેટા, CCTV સહિતના દસ્તાવેજ ગુમ થયા, સાયબર એટેક કરીને 70 હજાર ડોલરની કરાઈ માગ
વર્તમાનમાં ટેકનોલોજીનો જમાનો કહેવામાં આવી રહ્યો છે પરંતુ આ આધુનિક યુગનો સકારાત્મક ઉપયોગ કરીએ તો અનેક કામ સરળ થઈ જાય છે પરંતુ આમાં અમુક નકારાત્મક પાસાઓ પણ રહેલા છે, જેનો લાભ લઈ ગુનેગારો પણ બેફામ બની રહ્યાં છે, ત્યારે અવાર નવાર આપણે સાયબર એટેકની ઘટના સાંભળતા હોઈએ છીએ અને ક્યારેક તેનો શિકાર પણ બની જતા હોય છે, આજે અમદાવાદની જાણિતી K.D હોસ્પિટલમાં રેન્સમવેર એટેકનો હચમચાવી દે તેવો બનાવ સામે આવ્યો છે.
K.D હોસ્પિટલમાં રેન્સમવેર એટેકથી હોસ્પિટલનું સર્વર ખોરવાયું હતું. જેમાં હોસ્પિટલની ફાઇલ, દર્દીઓનો ડેટા અને સીસીટીવી સહિતના ડેટાઓ ગાયબ થઈ ગયા હતા. સાયબર એટેક કરી કોમ્પ્યુટર સર્વરને નિશાન બનાવામાં આવ્યું હતું તેમજ સાયબર એટેક કરી 70 હજાર ડોલરની માગણી કરાઈ હોવાનું પણ જામવા મળ્યું છે.
પોલીસને જાણ કરાઈ
70 હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્ફર કર્યા બાદ ડેટા પરત આપવા જાણ કરી હોવાની પણ વિગતો છે, રેન્સમવેર સાયબર એટેકને લઈ પોલીસને જાણ કરાઈ છે. જો કે, સમગ્ર બાબતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં સાયબર એક્સપર્ટ ટીમ પણ સાથે છે. અત્રે તમને જણાવી દઈએ કે, સાયબર એટેકની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે સાયબર ક્રાઈમ પણ અવાર નવાર નાગરિકોને સાવચેત અને સચેત રહેવા જરૂરી માહિતી પણ પુરી પાડી રહી છે
વાયરસ અટેક શું છે?
આ રેન્સમવેર નામના વાયરસનો અટેક છે
રેન્સમવેરને “વાનાક્રાઇ” પણ કહે છે
માઇક્રોસોફટ વિન્ડોઝ સિસ્ટમ પર અટેક કરે છે
ડેટાબેઝ લોક કરી નાખે છે
યુઝર ACCESS રોકી દે છે
અનલોક કરવા માટે રકમ માંગવામાં આવે છે
વાયરસથી બચવા શું કરવું ?
કોમ્પ્યુટરમાં એન્ટી રેન્સમવેર સોફટવેર ઇન્ટસટોલ કરવો. સોફ્ટવેરને અપડેટ રાખવો. MS 17-010 વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં અપડેટ કરવું. સમયાંતરે ડેટાનું બેકઅપ લેવું. કોમ્પ્યુટરને ઇન્ટરનેટ કનેકશનથી ડીસકનેક્ટ કરવું.રૈનસમવેયરથી ઇફ્રેક્ટેડ સિસ્ટમ જણાય તો નેટવર્કમાંથી ડીટેચ કરવું.
વાયરસથી બચવા શું કરવું ?
કોમ્પ્યુટરમાં એન્ટી રેન્સમવેર સોફટવેર ઇન્ટસટોલ કરવો
સોફ્ટવેરને અપડેટ રાખવો MS 17-010 વિન્ડોઝ ઓપરેશટગ સિસ્ટમમાં અપડેટ કરવું સમયાંતરે ડેટાનું બેકઅપ લેવું
કોમ્પ્યુટરને ઇન્ટરનેટ કનેકશનથી ડીસકનેક્ટ કરવું રૈનસમવેયરથી ઇફ્રેક્ટેડ સિસ્ટમ જણાય તો નેટવર્કમાંથી ડીટેચ કરવું