બિદડા ગ્રામ પંચાયત નિષ્ક્રિય સ્થાનિકો ની રાવ

બિદડા ગામમાં કોમસીયલ દબાણો પુર ઝડપે વધી રહ્યા છે ત્યારે બિદડા ગ્રામ પંચાયત ઘોર નિદ્રામાં સુતેલી દેખાઇ રહી છે.

માંડવી તાલુકાના બિદડા ગામમાં દબાણ કારોએ માજા મુકી છે.ત્યારે બિદડા ગામમાં ઠેક ઠેકાણે પાકાં કોમસીયલ ગાલાઓ બનાવીને દબાણો વધી રહ્યા છે.

ગામની અંદર કે ગામની આસપાસ જયા પણ ખાલી જગ્યા જોવા મળે છે ત્યાં પાકાં બાંધકામ કરીને દબાણ કરી રહ્યા છે.બિદડા ગ્રામ પંચાયત દ્વારા કોમરસીયલ દબાણ કારો ઉપર કોઈ પણ લીગલી નોટિસ ફટકારવાની કે અન્ય કોઈ પણ કાયદાકીય પગલાં લેવામાં આવતા નથી.ગામની અંદર થતાં દબાણ ઉપર ગ્રામપંચાયતના વહીવટીતંત્ર ને સતા છે કે ગામની અંદર થતી ગેર કાયદેસર દબાણ હટાવવાની કે દબાણ કરનારા લોકો ઉપર ગ્રેનલેડિંગ નું કેસ પણ કરી શકે છે તો બિદડા ગ્રામ પંચાયત આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાતી નથી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કે બિદડા ગામમાં સરપંચ નું તમાંમ કામ સરપંચ ના પતિ સંભાળી રહ્યા છે.માટે‌ પંચાયત દ્વારા કોઈ કામ કરવામાં આવતા નથી અને બિદડા ગામમાં દબાણ વધી રહ્યા છે.તો બિદડા ગ્રામ પંચાયત દબાણ કરનારા લોકો સાથે સામેલ છે કે કેમ તેવું લાગી રહ્યું છે એટલે દબાણ કરનારા ઉપર ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી અને દબાણ કરનારા લોકો માજા મુકી ને દબાણો કરવા માં હચકાતા નથી અને ગામમાં દબાણ કરનારા લોકોને કોનું પાવર આપવામાં આવ્યું છે તે વિચાર ના જેવું છે.

બિદડા ગામમાં રાજ્ય સરકાર દ્વારા બે વખત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું તેમનું પણ કાટ માણ હજુ સુધી સફાઈ કરીને હટાવવાની કામગીરી થઈ નથી અને ત્યાંનું ત્યાંજ પડી રહેલું છે.
બિદડા ગામમાં લોકો દ્વારા બિન્દાસ દબાણ કરી રહ્યા છે.અને પાકાં બાંધકામ કરીને દુકાનો બનાવી રહ્યા છે.દુકાનો લાખો રૂપિયા માં વેચાણ કરી રહ્યા છે.અને તે દુકાનો બનાવી ને ભાડે આપીને બેઠી કમાણી કરી રહ્યા છે.

તો દબાણ કરનારા ઉપર બિદડા ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી મોન રહીને દબાણ કરનારા ની સાથે રહેશે તે જોવા જેવું છે.

બિદડા ગામમાં છેલ્લા આઠેક મહિના થી અનુસુચિત જાતિના વિસ્તારમાં કોઈ પણ સફાઈ કરવામાં આવતી નથી. તેવી રાવ સ્થાનિકો દ્વારા કરાઇ છે અન્ય સમાજના વિસ્તારમાં દરોજ સફાઈ કરવામાં આવે છે.અનુસુચિત જાતિના લોકો દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી છે છતાંય ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી

સદર સમાજના લોકો સરપંચ ના પતિને ફોન ઉપર જાણ કરે છે તો તેમને પંચાયત દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે.તો બિદડા ગામમાં દલિત સમાજ સાથે કેમ અન્યાય કરવામાં આવે છે.તે પણ મામલતદાર કે કચ્છ કલેકટર ને ધ્યાન દોરવું જરૂરી છે.અને કચ્છ કલેકટર સાહેબ દ્વારા બિદડા ગામની મુલાકાત કરવામાં આવે તો ઘણું બધું જાણવા મળે તેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *