બિદડા ગામમાં આંગણવાડી કેન્દ્ર નં-૩ માં અભ્યાસ કરતા નાના ભુલકાઓને ગરમ સ્વેટર અને ગરમ ટોપી નું વિતરણ કચ્છ પત્રકાર સંગઠન માંડવી તાલુકા મહામંત્રી રમેશ મહેશ્વરી દ્વારા કરાયાં.
માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામના મફતનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નં-૩,માં અભ્યાસ કરતા નાના ભુલકાઓને ગરમ સ્વેટર અને ગરમ ટોપી ના દાતાશ્રી.રમેશભાઈ પાયણ (મહેશ્વરી) દ્વારા પચીસેક જેટલા નાનાં બાળકો ને ગરમ સ્વેટર અને ગરમ કેફ (ટોપી) નું વિતરણ બિદડા ગામના મહેશ્વરી સમાજના ધર્મગુરૂ પંકજભાઈ ગરવા અને દાતાશ્રી રમેશભાઈ મહેશ્વરી ના વરદહસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
ગરમ સ્વેટર અને ગરમ ટોપી મળતા નાનાં બાળકોનાં મોઢા પર એક અનોખી મહેંક ની ખુશી જોવા મળી હતી.અને આંગણવાડી કેન્દ્ર ના આંગણવાડી વર્કર બહેનોએ પણ ખુશ થઈ ને દાતાશ્રી રમેશભાઈ પાયણ (મહેશ્વરી) ને શુભેચ્છાઓ સાથે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
રમેશ પાયણ એ જણાવ્યું હતું કે અમે દર વર્ષે ઠંડી ની સીઝનમાં આંગણવાડી કેન્દ્ર માં અભ્યાસ કરતા નાના ભુલકાઓને આવી રીતે ગરમ સ્વેટર અને ગરમ ટોપી આપશુ અને નાના ભુલકાઓને અભ્યાસ માં ઉપયોગી કોઈ પણ પ્રકારની શાધન સામગ્રી ની જરૂરીયાત પડતી હોય તે પણ અમારાં તરફથી આપવામાં આવશે તેવું રમેશ પાયણ એ જણાવ્યું હતું.