ભુજ (BHUJ) અને કંડલા એરપોર્ટ પર હવાઇ સેવાના વિસ્તરણ બાબતે અવારનવાર રજૂઆતો થાય છે પણ હજી સુધી માંગ સંતોષાઇ નથી ત્યારે હવે સાંસદ વિનોદ ચાવડાએ પણ દિલ્હીમાં ઉડ્ડયનમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. સાંસદે ભુજ (BHUJ) એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા અને કચ્છમાં સુરત- રાજકોટની જેમ અધતન સેવા સુવિધા સભર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા રૂબરૂ રજૂઆત કરી હતી.ઉડાન યોજના અંતર્ગત મુન્દ્રાનો સમાવેશ થયો છે ત્યારે ત્યાં પણ વહેલી તકે હવાઈ સેવા શરૂ કરવી જરૂરી છે.પહેલા ગુજરાતમાં માત્ર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું, હવે સુરત- રાજકોટ એરપોર્ટને પણ આંતરરાષ્ટ્રીય વિમાની સેવાનો લાભ મળ્યો છે.
આવો લાભ કચ્છની (KUTCH) જનતાને પણ મળે.ભુજ (BHUJ) અને કંડલા એરપોર્ટ પર વિમાની સેવા અંતર્ગત મુંબઈ અને દિલ્હીની નિયમિત સેવા શરૂ કરવા, દેશના અન્ય પ્રાંતોને જોડતી સેવા શરૂ કરવાની રજૂઆત મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા પાસે કરવામાં આવતા સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.