BHUJ CRIME : શરાબના કુખ્યાત ધંધાર્થી ઇબ્રાહીમ હાસમ કેવર (ઉ.વ. 30)ને તેના સસરાએ જ છરી ભોંકી દઇ હત્યા
BHUJ CRIME : ભુજ શહેરની લોટસ કોલોની પાસેના વાલ્મીકિ નગરમાં રહેતો શરાબનો કુખ્યાત ધંધાર્થી ઇબ્રાહીમ હાસમ કેવર (ઉ.વ. 30)ને તેના સસરાએ જ છરી ભોંકી દઇ હત્યા નીપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રી ના દશેક વાગ્યે ઇબ્રાહીમને પીઠથી ગળાના ભાગે લાંબી છરીથી ગંભીર પ્રકારની ઇજા થતાં તેને તાબડતોબ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર તળે ખસેડાયો હતો પરંતુ બે કલાકની સારવાર કારગત ન નીવડતાં તેણે દમ તોડી દીધો હતો.
હોસ્પિટલેથી ઇબ્રાહીમના પરિજનો પાસેથી મળેલી વિગતો મુજબ આરોપી બસીર પઠાણ મૂળ અમદાવાદનો રહેવાસી છે. ઇબ્રાહીમ અને બસીરનો ભેટો આઠેક વર્ષ પૂર્વે થયો હતો અને ઇબ્રાહીમ તેને ભુજ લઇ આવ્યો હતો.
BHUJ CRIME : ઇબ્રાહીમે બસીરને પોતા પાસે `કામ’ પર રાખ્યો હતો. આ દરમ્યાન, ઇબ્રાહીમના સસરાનું નિધન થયું હતું. આ બાદ ઇબ્રાહીમના સાસુએ બસીર સાથે નિકાહ કરી લેતાં બસીર સંબંધમાં સસરો થયો હતો. હજુ થોડા દિવસ પૂર્વે ઇબ્રાહીમ જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો.
BHUJ CRIME : સાસુ-સસરા અને જમાઇ વચ્ચે ધંધા અથવા પૈસાની લેતી-દેતી મુદ્દે ખટરાગ ચાલતો હોઇ આજે રાતે સાસુ અને સસરા બસીર ઇબ્રાહીમના ઘરે ધસી જઇ ઝઘડો થતાં બસીરે ઇબ્રાહીમની પીઠથી ગળા તરફ મોટી ફેરવી દઇ તેની હત્યા નિપજાવી હતી. આ બાદ આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટયા હોવાની વિગતો ઇબ્રાહીમના કુટુંબીઓ પાસેથી મળી છે. આ બનાવના પગલે હોસ્પિટલમાં પરિજનો અને સંબંધીઓના ટોળાં ઉમટયા હતા. વધુ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે LCB અને બી-ડિવિઝન પોલીસ તથા હોમગાર્ડના જવાનો ધસી આવ્યા હતા. આ લખાય છે ત્યારે પોલીસ ચોપડે વિગતો ચડી નથી.