BHUJ: જાણીતા લોકસેવક અને પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડાની ૭૩ મી જન્મજયંતિની સેવાકીય કાર્યો દ્વારા ઉજવણી.
BHUJ: શૈક્ષણિક, આરોગ્ય, ગૌ અને માનવસેવા ક્ષેત્રે નાના પાયે સુંદર પ્રેરણાદાયી સેવાકાર્ય કરતી વિવિધ સંસ્થાઓને અનુદાન (ભુજ) પોતાનું આયખું લોકસેવાના સમર્પિત કરનાર પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડાની ૧૪ મી જુલાઈએ ૭૩ મી જન્મજયંતિ છે. એને અનુલક્ષીને માતુશ્રી લક્ષ્મીબેન જગશી છેડા હસ્તે હંસાબેન તારાચંદ છેડા પરિવાર દ્વારા વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશે વધુ માહિતી આપતા શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ તથા શ્રી સર્વ સેવા સંધ(કચ્છ) ભુજના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઇ છેડાએ જણાવ્યુ હતું કે અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન શ્રી તારાચંદભાઇ છેડાની પુણ્યસ્મૃતિમાં આયુર્વેદિક આરોગ્યકેમ્પ ઉપરાંત શૈક્ષણિક, આરોગ્ય અને માનવસેવાના કાર્યોનું આયોજન કરાયું છે.
BHUJ : ૧૪ જુલાઈ શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ કાર્યાલય, વી.ડી.સ્કુલ ની સામે, ભુજ મધ્યે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ,કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા, ભુજ વિભાગના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ભુજ શહેર નગરપાલીકાના પ્રમુખ શ્રી ધનશ્યામભાઇ ઠકકર,ઉપપ્રમુખ શ્રીમતી રેશ્માબેન ઝવેરી,કારોબારી ચેરમેન શ્રી જગતભાઈ વ્યાસ,કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઇ શાહ,શ્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ,જૈન સાત સંધના પ્રમુખ શ્રી સ્મિતભાઇ ઝવેરી વિગેરે મહાનુભાવોના વરદ્ હસ્તે નાના પાયે સુંદર પ્રેરણાદાયી સેવાકીય કાર્ય કરતી સંસ્થાઓને ચેક અર્પણ કરવામાં આવશે તેમ જ નિ:શુલ્ક આયુર્વેદિક કેમ્પ ખુલ્લો મુકવામાં આવશે.
(૧) ભુજ (BHUJ) શહેર મધ્યે ૨૦૦૫ થી મેડીકલ ક્ષેત્રે ડાયાલીસીસના દર્દીઓને,શૈક્ષણીક ક્ષેત્રે ગરીબ વિધાર્થીઓને સહાયરૂપ બનતા શ્રી મિતેશભાઈ શાહને ૫૧,૦૦૦ રૂ.
(૨) ભુજ (BHUJ) શહેર મધ્યે કાર્યરત પસ્તી ગ્રુપ દ્વારા ધરે ધરેથી પસ્તી ઉઘરાવી અને આ પસ્તીની આવકથી સમાજના ગરીબ વિધાર્થીઓને શૈક્ષણીક કીટ આપવામાં આવે છે.તે પસ્તી ગ્રુપના શ્રી મનીષભાઈને રૂ.૫૧,૦૦૦/- નો ચેક,
(૩) ભુજ (BHUJ) શહેર મધ્યે માનસિક દિવ્યાંગ લોકોનું આશ્રય સ્થાન રૈન બસેરા મધ્યે વોશીગ મશીન,
(૪) મુંદરા શહેર મધ્યે છેલ્લા દસ વરસથી અબોલા મુંગા પશુઓની સેવા કરતી ગૌ રક્ષા સેવા ટ્રસ્ટના શ્રી રતનભાઇ ગઢવીને રૂ.૫૧,૦૦૦/- ચેક અર્પણ કરવામા આવશે.
આયુર્વેદિક કેમ્પમાં વૈધ ડૉ.પ્રતિક પંડયા ધ્વારા શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ કાર્યાલય મધ્યે દર્દીઓનું નિ:શુલ્ક નિદાન કરી આપવામાં આવશે.આ કેમ્પ અંતર્ગત કેન્સર, શ્વાસ ,ઉધરસ,જૂની શરદી, ડાયાબિટીસ, સાંધાના દુ:ખાવા, ચામડીના દર્દો, માથાનો દુ:ખાવો,પેટ આંતરડા સંબંધિત રોગો, પથરી, બ્લડપ્રેશર, કોલેસ્ટરોલ જેવા તમામ રોગોનો નિદાન કરી આવશ્યક ઔષધો નિઃશુલ્ક આપવામાં આવશે.આ કેપમાં 150 જેટલા દર્દીઓને આવરી લેવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે પ્રતીક્ષાબેન પંડ્યા ૮૨૦૦૧૧૬૬૮૯ અથવા વિશાલભાઇ પંડ્યા ૭૦૧૬૯૫૨૪૨૦ નો સંપર્ક કરવા જણાવાયું છે.