BHUJ: ભૂજ ૧૮૧ મહિલા હેલ્પલાઈન દ્વારા માતૃશ્રી જમનાબાઈ ડુંગરશી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કરવામાં આવી
BHUJ : ૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભુજમાં આવેલ માતૃશ્રી જમનાબાઈ ડુંગરશી કન્યા છાત્રાલયમાં ૧૮૧ હેલ્પલાઈન દ્વારા વિદ્યાર્થીનીઓને સમજ આપવામાં આવી હતી.૧૮૧ ટીમ ના હેલ્પલાઈનના, કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ,હેડ કોન્સ્ટેબલ પટેલ રેખાબેન,છાત્રાલયના સભ્ય ઇન્દિરાબેન અનમ,ગૃહમાતા જયશ્રીબેન વાસાણી કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા.૧૮૧ અભયમ ટીમ નાં કાઉન્સેલર પટેલ ખુશ્બુ દ્વારા આ વિદ્યાર્થીનીઓ ને ઘરેલુહિંસા તેમજ છેડતી અને અન્યપ્રશ્નો માં તેઓ મદદ લઈ શકે તે અંગે કાયદાકીય માર્ગદર્શન આપેલ.ત્યારબાદ તેમજ ૧૮૧ એપ્લિકેશન, સરકારશ્રીની મહિલા લક્ષી જુદી જુદી યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવેલ.૧૮૧ અંગે માહિતી આપેલ પેમ્પલેટ વિતરણ કરેલ.તેમજ વિદ્યાર્થિનીઓ પોતાના જીવનમાં સક્ષમ થાય ને જીવન માં પોતાની કારકિર્દી નો લક્ષ્ય નક્કી કરી આગળ આવે તેવું વાતાવરણ મળે તે માટે બહેનો ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે માહિતી પૂરી પાડેલ ને શુભેરછા આપેલ હતી.
BHUJ : આમ ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે છાત્રાલયની વિદ્યાર્થીનીઓમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવેલ.