BHUJ: ભૂજ તાલુકાના આશા સંમેલનમાં ભૂજ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા આશાવર્કર બહેનોને ૧૮૧ મહિલા હેલ્પલાઈનની માહિતી આપવામાં આવેલ

BHUJ: ભૂજ તાલુકાના આશા સંમેલનમાં ભૂજ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા આશાવર્કર બહેનોને ૧૮૧ મહિલા હેલ્પલાઈનની માહિતી આપવામાં આવેલ

ગઇ તારીખ:-૧૨-૦૩-૨૦૨૪ ના રોજ ભૂજ તાલુકાના માધાપરગામ ખાતે તાલુકાની તમામ આશા બહેનોનું આશા સંમેલન યોજવામાં આવ્યું હતું.આશા સંમેલનમાં ૧૮૧ ટીમ ના કાઉન્સેલર પટેલ ખુશ્બુ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ અંજલીબેન સુથાર હાજર રહ્યા હતા.૧૮૧ અભયમ ટીમ નાં કાઉન્સેલર પટેલ ખુશ્બુ દ્વારા ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન વિશેની માહિતી આપવામાં આવેલ. મહિલાઓએ પોતાની આત્મસુરક્ષા કેવી રીતે કરવી, સ્ત્રી સશક્તિકરણ કોને કહેવાય,એ ઉપરાંત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષાની વ્યવસ્થાના ભાગરૂપે અન્ય સંસ્થાઓ, આશ્રયગૃહો વિશે માહિતગાર કરવામાં આવેલ તેમજ આશાવર્કર બહેનોને મહિલાઓ પર થતા શારીરિક, માનસિક કે જાતીય અત્યાચાર ઘરેલુ હિંસા સહિતના અન્ય પ્રકારની હિંસાના કિસ્સામાં મળતી મદદ માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ.આશાવર્કર બહેનોને યોગ્ય સલાહ સુચન અને માર્ગદર્શન આપવામાં આવેલ. ત્યારબાદ ૧૮૧ એપ્લિકેશન,૧૮૧ અંગે માહિતી આપેલ પેમ્પલેટ વિતરણ કરેલ.ગુજરાત રાજ્ય ની બધી જ મહિલાઓ તેમજ દીકરીઓ મુશ્કેલીના સમયે ડરીને નહીં પરંતુ હિમ્મત રાખીને ૧૮૧ અભયમ નો લાભ લઈ શકે એવી.ભુજ ૧૮૧ ટીમ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી.

 BHUJ: ભૂજ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા આશા સંમેલનમાં આવેલ તમામ આશાવર્કર બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ આપેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *