BHUJ : નવનીત નગર-કોવઈ નગર ભુજ મધ્યે આવેલ અમરસન્સ ઉપાશ્રય મધ્યે ૫.પુ. સાધ્વી દિવ્યકિરણાશ્રીજી મ.સા. અને પ.પુ.સાધ્વી હર્ષકિરણાશ્રીજી મ.સા.ની નિશ્રમાં ચાતુર્માસની પૂર્ણાહૂતિ પ્રસંગે ત્રી દિવસીય મહોત્સવ ભકિતભાવ પૂવર્ક ઉજવાયો.
BHUJ : નવનીત નગર-કોવઈ નગર ભુજ મધ્યે આવેલ અમરસન્સ ઉપાશ્રય મધ્યે ૫.પુ. સાધ્વી દિવ્યકિરણાશ્રીજી મ.સા. અને પ.પુ.સાધ્વી હર્ષકિરણાશ્રીજી મ.સા.ની નિશ્રમાં ચાતુર્માસની પૂર્ણાહૂતિ પ્રસંગે ત્રી દિવસીય મહોત્સવ ભકિતભાવ પૂવર્ક ઉજવાયો.
BHUJ : અનશનવ્રતધારી,જૈન સમાજરત્ન શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણાથી ના સંધના ચેરમેન શ્રી જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ શ્રી ભુજ ક.વી.ઓ. જૈન સંધ સંચાલીત ભુજ ભગવાન મુનિસુવ્રત સ્વામિ જીનાલય નવનીત નગર – કોવઈ નગર મધ્યે આવેલ અમરસન્સ ઉપાશ્રય મધ્યે અચલગચ્છ સંપ્રદાયના ૫.પુ.સાધ્વી દિવ્યકિરણાશ્રીજી મ.સા. અને ૫.પુ. સાધ્વી હર્ષકિરણાશ્રીજી મ.સા. આદિ ઠાણા બે ની નિશ્રામાં ચાતુર્માસના ચાર મહિના ભક્તિસભર વાતાવરણમાં પૂર્ણ થયા.
BHUJ : ચાતુર્માસ પૂર્ણાહૂતિ પ્રસંગે તેમજ પ.પૂ. સાધ્વી દિવ્યકિરણાશ્રીજી મ.સા.ની વર્ધમાન તપની ૯૨મી હોળીના પારણા પ્રસંગે ત્રિ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સ્વાગત પ્રવચન કરતા સંસ્થાના અધ્યક્ષ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે ૫.પૂ. સાધ્વીજી મ.સા.ની નિશ્રામાં આ ચાર્તુમાસ દરમ્યાન કરવામાં આવેલ ધાર્મિક કાર્યક્રમો થી સમગ્ર વાતાવરણમાં ધાર્મિક ચેતનાનો સંચાર થયો. નાના બાળકોથી માંડીને શ્રાવક-શ્રાવિકાઓ એ બહોળી સંખ્યામાં યથા શકિત તપ જપ કરી ચાતુર્માસને ચાર ચાંદ લગાવી ચાર્તુમાસને યાદગાર બનાવી દીધો હતો.ચાતુર્માસના ચાર માસ દરમ્યાન તન,મન,ધન થી પ્રત્યક્ષ કે પરોક્ષ રીત સહયોગ આપનાર તમામ લોકોનો શ્રી સંધ તરફથી આભાર વ્યકત કરયો હતો.
BHUJ : ૫.પુ. સાધ્વી ભગવંત દિવ્યાકિરણાશ્રીજી મ.સા.એ જણાવ્યુ હતુ કે પ્રભુ મહાવીરે બતાવેલા મોક્ષ માર્ગને પામવા ચાતુર્માસના ચાર મહિના દરમ્યાન નાના બાળકોથી માંડીને શ્રાવક-શ્રાવિકાઓ પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે કરેલ તપ,જપ,ધાર્મિક કાર્યો બદલ અનંત આર્શીવચન આપ્યા હતા. તપસ્યા વિશે વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે જૈન ધર્મમાં તપસ્યા એ એક અભિન્ન અંગ છે. જૈન ધર્મમાં તપસ્યાના ચાર પ્રકાર છે. (૧) અનશન (ઉપવાસ), (૨)અલ્પાહાર (ખોરાક નિયંત્રિત), (૩)વૃત્તિ પરિણામ (નિયંત્રિત વ્યવહાર), (૪) ત્યાગ (સંપત્તિનો ત્યાગ)છે. તપસ્યાના મુખ્ય ઉદ્દેશો આત્મશુદ્ધિ, કર્મનો નાશ, મોક્ષ પ્રાપ્તિ છે.તપસ્યા કરનારને આત્મશુદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિ થાય છે.
BHUJ : આ ત્રિ દિવસીય મહોત્સવના પ્રથમ દિવસે ૫.પૂ. સાધ્વી દિવ્યકિરણાશ્રીજી મ.સા.ની વર્ધમાન તપની ૯૨મી હોળીના પારણા પ્રસંગે શ્રી અચલગચ્છ સંધની શ્રાવિકા મંડળની બહેનો દ્વારા પ.પૂ. મ.સા.ને સાંજી આપવામાં આવી હતી. મહોત્સવના દ્વિતીય દિવસે પ.પૂ. સાધ્વીજી મ.સા. દ્વારા જ્ઞાનપંચમીની સમુહ આરાધના કરાવવામાં આવી હતી. મહોત્સવના તૃતીય દિવસે વિધીકાર શ્રી ચંદ્રકાંત દેઢીયા ના સંગાથે શ્રી સર્વતોભદ્ર મહાપુજનનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.આ ઉપરાંત ૫.પૂ. સાધ્વીજી મ.સા.ની નિશ્રામાં ૯૯ યાત્રા કરનાર આરાધકોનું અને ત્રિ દિવસીય મહોત્સવના લાભાર્થી પરિવારનું ૫.પૂ. સાધ્વીજી મ.સા.ના સંસારિક પરિવારજનો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.
BHUJ : પ.પૂ. સાધ્વી દિવ્યકિરણાશ્રીજી મ.સા.ની વર્ધમાન તપની ૯૨મી હોળીના પારણા પ્રસંગે શ્રી મુનિસુવ્રતસ્વામિ જીનાલય નવનીત નગર/કોવઈ નગર ને પ.પૂ. સાધ્વીજી હર્ષકિરણા મ.સા.ની પ્રેરણાથી મોટી ખાખર હાલે ભુજ નિવાસી શ્રીમતી મમતાબેન ચંદ્રેશભાઈ ગંગર પરિવાર હસ્તે શ્રી હાર્દિક ચંદ્રેશભાઈ ગંગર તરફથી ત્રિગડો ગઢ અપર્ણ કરવામાં આવ્યુ હતુ.
BHUJ : આ ત્રિ વિસીય મહોત્સવ અને સાધર્મિકભકિતના લાભાર્થી માતૃશ્રી લક્ષ્મીબેન જગશીભાઈ ચાંપશીભાઈ છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવાર, શ્રીમતી જયોતિબેન ગીરીશભાઈ જગશીભાઈ છેડા પરિવાર, શ્રીમતી ગીતાબેન મહેશભાઈ જગશીભાઈ છેડા પરિવાર, શ્રીમતી શીલાબેન લ્હેરીભાઈ જગશીભાઈ છેડા પરિવાર રહયા હતા.
આ પ્રસંગે સંધના ચેરમેન શ્રી જીગર તારાચંદભાઈ છેડા, સંધના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી લહેરીભાઈ છેડા, સંધના ટ્રસ્ટી શ્રી કિરણભાઈ કકકા, મહાજનના ટ્રસ્ટી શ્રી ગીરીશભાઈ છેડા, સંધ અને મહાજનના ટ્રસ્ટીશ્રીઓ,સખીવૃંદના સભ્યો,યુવા પાંખના સભ્યો, સામાજીક આગેવાન શ્રી લક્ષ્મીકાંતભાઈ કારાણી, શ્રી કિશોરભાઈ સૈયા, શ્રી પ્રબોધભાઈ મુનવર, શ્રી વિમલભાઈ મહેતા, લાભાર્થી પીરવારના સભ્યો,સમાજના લોકો અને બહારગામથી પધારેલા ભકતજનો બહોળી સંખયામાં હાજર રહયા હતા. કાર્યક્રમનુંસંચાલન મહાજનના ખજાનચી શ્રી હરેશભાઈ ગોગરીએ કરયુ હતુ.કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.