કોઈપણ સંપ્રદાય હોય તેને નિમિત્ત બનાવી કળિયુગમાં ભક્તિ ભાવ વધારવા સંતો મહંતો અનેક પ્રયત્નો કરતા હોય છે. ત્યારે ધનસુરા નગરના માલપુર રોડ પર કરોડોના ખર્ચે આકાર પામનાર પ્રમુખ સ્વામીના BAPS સંપ્રદાયના ભવ્ય મંદિરનું ખાદ્ય પૂજન કરાયું હતું.
મહંત સ્વામી હરેકૃષ્ણ મહારાજનું લાલ ઝાંઝમ પાથરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ધનસુરાના માલપુર રોડ પર બીએપીએસ BAPS સંપ્રદાયનું ભવ્ય સ્વામિનારાયણ મંદિર આકાર પામનાર છે. જે અન્વયે આજે મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા મહંત સ્વામી હરેકૃષ્ણ મહારાજની ઉપસ્થિતિમાં ખાદ્યપૂજન વિધિ યોજાઈ હતી. મહંત સ્વામી હરેકૃષ્ણ મહારાજનું લાલ ઝાંઝમ પાથરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંતોના વૈદિક મંત્રો વડે દેવોનું આહવાન કરી ઈંટો પર પૂજન વિધિ કરીને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ભૂમિપૂજન કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, સરપંચ હેમલતાબેન સહિત સંતો-મહંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.