♦Bhavnagar ભાવનગરના જેસર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોરચુપણા, બોદાના, નેસ, સાતણાનેસ, જડકલા, કંદમગીરી, ભંડારીયા, વડાળ, અયાવેજ સહિતના ગામડામાં વરસાદ વરસ્યો છે. જેસરના ગ્રામ્ય પંથકમાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી નાળાઓ પણ છલકાયા છે. જો કે, ધોધમાર વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત મેળવી છે.