BHADLI NAKHATRANA NEWS : હર ઘર તિરંગા, નખત્રાણાના ભડલીમાં મદરેસાના 62 વિદ્યાર્થીઓએ ખુલ્લા પગે 50 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા કાઢી

BHADLI NAKHATRANA NEWS : હર ઘર તિરંગા, નખત્રાણાના ભડલીમાં મદરેસાના 62 વિદ્યાર્થીઓએ ખુલ્લા પગે 50 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા કાઢી

BHADLI NAKHATRANA NEWS
BHADLI NAKHATRANA NEWS

BHADLI NAKHATRANA NEWS :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કચ્છના નખત્રાણા તાલુકાના ભડલી ગામમાં અનોખી તિરંગા યાત્રા યોજાઈ હતી. મદરેસા તાલીમુલ ઇસ્લામના વિદ્યાર્થીઓએ 50 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા કાઢી દેશભક્તિની મિસાલ પેશ કરી હતી.

BHADLI NAKHATRANA  NEWS
BHADLI NAKHATRANA

યાત્રામાં ધોરણ 1થી 9ના કુલ 62 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 40 છોકરાઓ અને 22 છોકરીઓ સામેલ હતા. વિદ્યાર્થીઓએ ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે યાત્રા કરી દેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો. કાર્યક્રમમાં મોલાના અબ્દુલરઝાક સહિત ભડલી મુસ્લિમ નવયુવક મંડળના પ્રમુખ ગુલામ મકવાણા, મુસ્તાક નોડે અને અઝીઝ નોડે ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા કચ્છ જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ તિરંગા યાત્રા અને દેશભક્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *