BCCIએ લીધો નિણર્ય યુવરાજ સિંહની વાપસીની આશા પર પાણી ફરી ગયું..

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહની ભારતમાં ટી 20 ક્રિકેટ રમવાની આશાને ઝટકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડના નિયંત્રણમાં ઘરેલૂ ટી 20 સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમવા માટેની અરજીને નકારી કાઢી. યુવરાજ આવતા વર્ષે પંજાબની ટીમ માટે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છતો હતો.

પંજાબ ક્રિકેટ એસોસિએશનની સીનિયર સિલેક્શન કમિટીએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટે ટીમની પસંદગી કરી જેમાં યુવરાજનું નામ નથી. ઉલ્લેખનીય છે કે તેણે ગત સપ્તાહએ મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ ખાતેની મેચ માટે પ્રેક્ટિસ પણ કરી હતી. પીસીએ સેક્રેટરી પુનિત બાલીએ નિવૃત્તિ લઈને યુવરાજને પંજાબની ટીમ સાથે જોડાવાની વિનંતી કરી હતી, તે ઇચ્છે છે કે તે ટીમ સાથે મેન્ટોર તરીકે કામ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *