
19 જુલાઈ 1969 આજના દિવસે ઇન્દિરા ગાંધીએ 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું.બાકીની 7 બેન્કોનું રાષ્ટ્રીયકરણ 1980માં કરવામાં આવ્યું હતું. 19 મી જુલાઈ, 1969 ની મધ્યરાત્રિએ શરૂ થયેલી નાણાકીય કવાયતની સફળતાઓ અને નિષ્ફળતા અંગે ચર્ચાઓ એ જોર પકડ્યું હતું.
પોલિટિકલ મહાનુભાવો માને છે કે પોતાના નાણાં પ્રધાન મોરારજી દેસાઇને કાઢવા માટે ઇંદિરાજીએ આ પગલું ભર્યું હતું. બેંકોનું રાષ્ટ્રીયકરણ જાહેર થતાંજ મોરારજીભાઇએ પોતાના નાણાં પ્રધાન તરીકેના હોદ્દાનુ્ં રાજીનામું આપ્યું હતું. જયારે કેટલાક પોલિટિકલ એનાલિસ્ટ્સ નું માનવું છે કે તે સમયે ખાનગી માલિકીની આ બેંકો પોતાની ક્રેડિટ સાચવી રાખવા ખાસ કરીને લઘુ ઉદ્યોગ, ગ્રામ્ય વિસ્તાર અને કૃષિ લોન આપતી ના હોવાથી ઇન્દિરા સરકારે આ પગલું ભર્યું હતુ.અર્થશાસ્ત્રીઓ એમ પણ માને છે કે બેંકોના રાષ્ટ્રીયકરણને લીધે દેશના અર્થતંત્રને ખુબ મોટા પ્રમાણમાં લાભ થયો છે.

હવે, યુનિયનના અને પોતાના અધિકારોને લઈને બેન્કો મનફાવે તેમ વર્તતી થઇ તે પણ આપણે જોઈ રહ્યા છીએ અને અનુભવીએ પણ છીએ. કેટલાક અણસમજાય તેવા નિયમોને આધીન સામાન્ય જનતાને લોન અને બૅન્ક ના અન્ય કામો માટે આજે પણ હેરાન પરેશાન થવું પડે છે જયારે વિજય માલ્યા અને નીરવ ચોક્સી જેવા લોકો આમ જનતાના કરોડો-અબજો રૂપિયા લઈને ભાગી જાય, તેમાં પણ આજ બેન્કોનો ખુબ મોટો ફાળો છે.