Bangladesh : ચિન્મય પ્રભુની ધરપકડ થતા હિન્દુઓ ભડક્યા
Bangladesh : બાંગ્લાદેશમાં ઈસ્કોનના ચિન્મય પ્રભુની ધરપકડ, હિન્દુઓને સંગઠિત કરીને અત્યાચાર સામે અવાજ ઉઠાવતા હતા
Bangladesh : બાંગ્લાદેશમાં શેખ હસીનાએ વડાંપ્રધાનપદેથી રાજીનામું આપીને ભારત ભાગી ગયા પછી હિન્દુઓ સતત અત્યાચાર થઈ રહ્યા છે. આ જ ક્રમમાં ત્યાં ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ કરવામાં આવી છે. ઈસ્કોન મંદિરે કહ્યું છે કે, ઢાકા પોલીસની જાસૂસી શાખાના અધિકારીઓએ ઢાકા વિમાની મથકેથી ચિન્મય પ્રભુની ધરપકડ કરી છે. ચિન્મય પ્રભુ શેખ હસીનાની સરકારનું પતન થયા બાદ હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે અવાજ ઉઠાવતા હતા. તેમણે શુક્રવારના રોજ રંગપુરમાં એક વિશાળ રેલીમાં સંબોધન કર્યું હતું.
Bangladesh : ચિન્મય પ્રભુની ધરપકડ થતા હિન્દુઓ ભડક્યા
Bangladesh : બાંગ્લાદેશની પોલીસે ચિન્મય પ્રભુની ધરપકડ કરતા હિન્દુઓ ગુસ્સે ભરાયા છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમની ધરપકડ બાદ હિન્દુઓએ ઉગ્ર દેખાવો શરૂ કરી રસ્તા પર ઉતરી આવ્યા છે. સોશિયલ મીડિયા પર હિન્દુઓને કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
Bangladesh : શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશી હિન્દુઓ પર અત્યાચાર
Bangladesh : બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના હિંસક આંદોલનના કારણે શેખ હસીના સરકારનું પતન થયા બાદ ત્યાં રહેતા લઘુમતી હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આંદોલન વખતે વિદ્યાર્થીઓએ હિંદુઓ અને મંદિરોને નિશાન બનાવ્યા હતા. ત્યારબાદ ચિન્મય પ્રભુએ હિન્દુ મંદિરોની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તે વખતે તેમણે કહ્યું હતું કે, ‘ચટગાંવમાં ત્રણ મંદિરો ખતરામાં છે, જોકે હિન્દુ અને મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ સાથે મળીને મંદિરોને બચાવ્યા છે.’
Bangladesh : શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશી હિન્દુઓ પર અત્યાચાર
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના હિંસક આંદોલનના કારણે શેખ હસીના સરકારનું પતન થયા બાદ ત્યાં રહેતા લઘુમતી હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આંદોલન વખતે વિદ્યાર્થીઓએ હિંદુઓ અને મંદિરોને નિશાન બનાવ્યા હતા. ત્યારબાદ ચિન્મય પ્રભુએ હિન્દુ મંદિરોની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તે વખતે તેમણે કહ્યું હતું કે, ‘ચટગાંવમાં ત્રણ મંદિરો ખતરામાં છે, જોકે હિન્દુ અને મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ સાથે મળીને મંદિરોને બચાવ્યા છે.’