BabaSiddiqueMurder : બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી:સોશિયલ મીડિયા પર સલમાનને મદદ કરનારાઓને ધમકી, હત્યામાં યુપી-હરિયાણાના શૂટર્સ સામેલ
BabaSiddiqueMurder : NCP (અજિત જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાંદ્રાના ખેર નગરમાં તેમના ધારાસભ્ય દીકરા જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ત્રણ વ્યક્તિએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સિદ્દીકીને Y કેટેગરીની સુરક્ષા હતી, પરંતુ ઘટના સમયે તેની સાથે કોઈ કોન્સ્ટેબલ નહોતો.
BabaSiddiqueMurder : હત્યાના 28 કલાક બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હત્યાની જવાબદારી લીધી હતી. લખ્યું કે, “સલમાન ખાન અને દાઉદને મદદ કરનારાઓને છોડીશું નહીં.” આ પોસ્ટમાં લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ અને અનમોલ બિશ્નોઈને હેશટેગ કરવામાં આવ્યા છે. પોલીસ આ પોસ્ટની તપાસ કરી રહી છે.
લોરેન્સ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. તેણે 14 એપ્રિલે સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરાવ્યું હતું. લોરેન્સની જેલમાં પૂછપરછ કરવામાં આવશે. સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
હરિયાણા અને યુપીના શૂટરોએ હત્યા કરી. પોલીસે 3માંથી 2 શૂટરોની ધરપકડ કરી છે. એક ફરાર છે. એક શૂટર હરિયાણાનો અને 2 ઉત્તર પ્રદેશના બહરાઇચના છે. તેઓ 40 દિવસ સુધી મુંબઈમાં રોકાયા હતા અને સિદ્દીકીના ઘર અને પુત્રની ઓફિસની રેકી કરી રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર રિક્ષામાં આવેલા 3 શૂટરોએ બે બંદૂકોમાંથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાબાને ત્રણ ગોળી વાગી હતી. 2 ગોળી તેના પેટમાં અને 1 છાતીમાં વાગી હતી. ત્રણેયના મોં પર રૂમાલ બાંધેલા હતા. 3માંથી 2 શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા બે મહિનાથી બાબાના ઘર અને દીકરાની ઓફિસની રેકી કરી રહ્યા હતા.
આ ઘટનામાં ગેંગસ્ટર લોરેન્સ ગેંગ સામેલ હોવાની આશંકા છે. લોરેન્સ ગેંગનું નામ સામે આવ્યા બાદ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસની વધારાની ટીમ તૈનાત કરવામાં આવી છે. લોરેન્સ ગેંગે 14 એપ્રિલે સલમાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું.