Baba Bageshwar
Baba Bageshwar : MP ના જાણીતા કથાકાર બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.
Baba Bageshwar : જાણીતા કથાકાર બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તેમની વાય કેટેગરીની સુરક્ષાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે.
વાય કેટેગરીમાં 8 જવાનો રહેશે બાગેશ્વર બાબાની સુરક્ષામાં વાય સિક્યુરિટીમાં એક કે બે કમાન્ડો હોય છે. આ સુરક્ષા વર્તુળમાં પોલીસકર્મીઓ સહિત 8 સૈનિકો સામેલ છે.
Baba Bageshwar : બાગેશ્વર બાબાને કેમ મળી સુરક્ષા થોડા મહિના પહેલા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. અમરસિંહ નામના શખ્સે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાકાના પુત્રને ધમકીભર્યો ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, “ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવારે હવે 13માની તૈયારી કરવી રાખવી જોઈએ.
Baba Bageshwar : સ્વામી પ્રસાદ મૌર્યએ બાગેશ્વર બાબાને આતંકી ગણાવ્યા હતા
સમાજવાદી પાર્ટીના મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્યએ બાગેશ્વર બાબાને આતંકી ગણાવ્યા હતા. સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું, “માખી, મચ્છરોની હિલચાલથી વાદળોનો અવાજ સાંભળી શકાતો નથી. બાબા જેવા એક નહીં પણ હજારો લોકો આવું બોલે છે તો દેશની જનતા તેનું સંજ્ઞાન લેશે નહીં. દેશ કોઈ બાબાના નિવેદનથી નહીં, પરંતુ બંધારણ પ્રમાણે ચાલશે. આ સાથે જ સપા નેતાએ કહ્યું કે, જે લોકો સાધુ-સંતોના વેશમાં છે તે તમામ આતંકી છે. સ્વામી પ્રસાદ મૌર્યએ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર ટ્વીટ કરીને હિન્દુ રાષ્ટ્રની માંગ કરવા પર નિશાન સાધ્યું હતું. “જે લોકો હિન્દુ રાષ્ટ્રની માંગ કરે છે તેઓ રાષ્ટ્રના દુશ્મન છે અને બંધારણ વિરોધી છે કારણ કે એક તરફ, તેઓ હિન્દુ રાષ્ટ્રની માંગ કરીને ફરીથી દેશના વિભાજનના બીજ રોપી રહ્યા છે, બીજી તરફ, તેઓ પણ બંધારણની વિરુદ્ધની વાત કરીને બંધારણનું અપમાન કરી રહ્યા છે. દેશના લોકોએ આવા લોકોથી સાવચેત રહેવું પડશે.