AyodhyaSriRamTemple : કોંગ્રેસે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું નિમંત્રણ ઠુકરાવ્યું

 

AyodhyaSriRamTemple : કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનાં આમંત્રણનો તિરસ્કાર કર્યો છે. પાર્ટી તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે 22 જાન્યુઆરીનાં રોજ થનારા આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખરગે સહિત કોંગ્રેસનાં કોઈ પણ નેતા અયોધ્યા નહીં જાય!

AyodhyaSriRamTemple : કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લગતાં આમંત્રણને ઠુકરાવ્યો છે. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખરગે – કોંગ્રેસનાં એકપણ નેતા અયોધ્યા જશે નહીં.

AyodhyaSriRamTemple : કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી જયરામ રમેશે આજે નિવેદન આપતાં લખ્યું કે, ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, પાર્ટી ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીનાં નેતા અધિર રંજનને 22 જાન્યુઆરીનાં અયોધ્યા રામમંદિરનાં કાર્યક્રમમાં જોડાવા અંગે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે આગળ લખ્યું કે આપણાં દેશમાં ભગવાન રામ લાખો લોકો દ્વારા પૂજવામાં આવે છે. ધર્મ એ ખાનગી બાબત છે. પણ RSS/ BJPએ અયોધ્યા રામમંદિરને રાજનીતિનો એક પ્રોજેક્ટ બનાવ્યો છે.

AyodhyaSriRamTemple : તેમણે લખ્યું કે આ અર્ધ નિર્મિત મંદિરનું ઉદ્ધાટન ભાજપ અને RSSનાં નેતાઓએ ઈલેક્શનને ધ્યાનમાં રાખીને કર્યું છે. સુપ્રીમ કોર્ટનાં 2019નાં નિર્ણયનું પાલન અને લાખો રામભક્તોની ભાવનાઓનું સમ્માન કરતાં મલ્લિકાર્જુન ખરગે, સોનિયા ગાંધી, અધિર રંજન ચૌધરીએ સમ્માનીત રીતે BJP/RSSનાં કાર્યક્રમનાં આમંત્રણનો બહિષ્કાર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *