ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને આપવામાં આવી રહેલો આખરી ઓપ

છેલ્લા કેટલાંય સમયથી ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે વિવિધ પક્ષો સતત પ્રચાર અને પ્રસાર કરી રહ્યાં છે ત્યારે ઉત્તર પ્રદેશમાં આવતીકાલે યોજાનાર પ્રથમ તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
આવતીકાલે પશ્ચિમી ઉત્તર પ્રદેશની 11 જિલ્લાઓની 58 બેઠકો માટે મતદાન યોજાશે. આ તબક્કામાં 623 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર આવતીકાલે પૂર્ણ થયો. હવે, તમામ પક્ષો બીજા તબક્કા માટેના ચૂંટણી પ્રચાર પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. વિવિધ દળોના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા જાહેર સભાઓ ઘર ઘર સંપર્ક અને રોડ – શો કરી રહ્યા છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે લખનઉમાં ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કરશે. વિભિન્ન પક્ષોએ પ્રજજનોને જે વાયદા કર્યા છે તે મુજબ આગામી સમય જ બતાવશે કે આ ચૂંટણીના પરિણામો કેવા હશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *