ચાર રાજ્યોનાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ PM મોદી સહિત ભાજપ પાર્ટી ફટાકડા ફોડી ઊજવણી કરશે. એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટી પણ INDIA એલાયન્સની બેઠક કરવાની તૈયારીમાં છે.
હાલમાં દેશનાં ચાર રાજ્યો- રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે. ચારમાંથી 3 રાજ્યો- રાજસ્થાન, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી વચ્ચે આગળ ચાલી રહી છે. આ તમામ પરિણામોની વચ્ચે માહિતી મળી રહી છે કે સાંજે 5 વાગ્યાથી ભાજપ મુખ્યાલયોમાં ઊજવણી શરૂ થઈ જવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6.30 વાગ્યે ભાજપ મુખ્યાલય પહોંચશે જ્યાં તેઓ ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
INDIA ગઠબંધનની પણ બેઠક
મલ્લિકાર્જુન ખરગેએ ચૂંટણી વિધાનસભાનાં પરિણામો બાદ 6 ડિસેમ્બરનાં રોજ INDIA એલાયન્સની બેઠક બોલાવી છે. આ પહેલા પણ ખરગેએ સ્પષ્ટ કરી દીધું હતું કે 5 રાજ્યોમાં ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ જ મીટિંગ બોલાવવામાં આવશે. તેમાં સીટોની વહેંચણીથી લઈને ગઠબંધનનાં સંયોજકનાં નામ સહિત તમામ મહત્વનાં મુદાઓ પર ચર્ચા કરવામાં આવશે.