
Asia Cup T20 : એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત:સૂર્યકુમાર યાદવ કેપ્ટન, શુભમન ગિલ વાઇસ-કેપ્ટન
Asia Cup T20 એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે મંગળવારે ટીમની જાહેરાત કરી. સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલને પણ સ્થાન મળ્યું છે.
Asia Cup T20 ક્રિકેટ એશિયા કપ 9 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થઈ રહ્યો છે. ભારત આ ટુર્નામેન્ટનું યજમાન છે. ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરે UAE સામે થશે.

Asia Cup T20 : એશિયા કપ માટે ભારતની ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
Asia Cup T20 : સ્ટેન્ડ બાય: પ્રસિદ્ધ ક્રિષ્ના, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલ.
Asia Cup T20 : ભારતે 8 વાર એશિયા કપ જીત્યો છે
એશિયા કપ 1984 માં શરૂ થયો હતો. આ ટુર્નામેન્ટ અત્યાર સુધીમાં 16 વખત રમાઈ છે. ભારતે સૌથી વધુ એટલે કે 8 વખત જીત મેળવી છે. શ્રીલંકાએ 6 વખત અને પાકિસ્તાને 2 વખત આ ટુર્નામેન્ટ જીતી છે.