Asia Cup 2025 : ભારતીય બોલરોનું ‘આક્રમણ’, પાકિસ્તાને 9 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ આપ્યો

Asia Cup 2025 : ભારતીય બોલરોનું ‘આક્રમણ’, પાકિસ્તાને 9 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ આપ્યો

Asia Cup 2025 : એશિયા કપ 2025માં આજે(14 સપ્ટેમ્બર) ભારત-પાકિસ્તાનની મેચ રમાઈ રહી છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ અગાઉ ભારતે આ ટુર્નામેન્ટમાં UAE સામે એક મેચ રમી હતી, જેમાં ભારતે જીત મેળવી છે. ત્યારે, પાકિસ્તાનની ટીમે આ અગાઉની મેચમાં ઓમાનને હરાવ્યું છે. જોકે, બીજી તરફ પાકિસ્તાન સાથે મેચ રમાવાને લઈને વિરોધનો સૂર ઉઠી રહ્યો છે, કારણ કે પહલગામ આતંકવાદી હુમલા બાદ પહેલીવાર બંને ટીમો વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચનો બહિષ્કાર કરવાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ ગઈ છે. પરંતુ બીસીસીઆઈએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આ મેચથી પીછેહટ ન કરી શકાય.

Asia Cup 2025 : પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમા ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે. સ્ટેડિયમ હજુ ભરાયેલું દેખાતું નથી. સ્ટેન્ડમાં ઘણી ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે.

Asia Cup 2025 : પાકિસ્તાનને નવમો ઝટકો: સુફિયાન મુકીમ 10 રન બનાવીને આઉટ

19મી ઓવરના છેલ્લા બોલ પર પાકિસ્તાનની 9મી વિકેટ પડી છે. જસપ્રીત બુમરાહે સુફિયાન મુકીમને ક્લીન બોલ્ડ કર્યો. તે 10 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. 111 રન પર પાકિસ્તાનની 9 વિકેટ પડી છે.

Asia Cup 2025 : પાકિસ્તાનને આઠમો ઝટકો: ફહીમ અશરફ 11 રન બનાવીને આઉટ

97 રનો પર પાકિસ્તાનની આઠમી વિકેટ પડી છે. વરૂણ ચક્રવર્તીએ ફહીમ અશરફને પેવેલિયન મોકલ્યો. તેઓ 14 બોલમાં 11 રન બનાવીને આઉટ થયા. 18 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 8 વિકેટ પર 99 રન છે.

Asia Cup 2025 : પાકિસ્તાનને સાતમો ઝટકો: સાહિબઝાદા ફરહાન 40 રન બનાવીને આઉટ

17મી ઓવરના પહેલા બોલ પર કુલદીપ યાદવે પાકિસ્તાનને સાતમો ઝટકો અપાવ્યો. સાહિબઝાદા ફરહાન 44 બોલમાં 40 રન બનાવીને આઉટ થયા. પાકિસ્તાને 83 રન પર 7મી વિકેટ ગુમાવી દીધી. કુલદીપની આ ત્રીજી સફળતા છે.

Asia Cup 2025 : પાકિસ્તાનને છઠ્ઠો ઝટકો: મોહમ્મદ નવાઝ શૂન્ય પર આઉટ

હસન નવાઝ બાદ મોહમ્મદ નવાઝ પણ આઉટ થઈ ગયો. શૂન્ય પર આઉટ થયો છે. કુલદીપ યાદવ હેટ્રિક પર છે. માત્ર 64 રનના કુલ સ્કોર પર પાકિસ્તાનના 6 બેટર પેવેલિયન ભેગા થયા છે.

Asia Cup 2025 : પાકિસ્તાનને પાંચમો ઝટકો: હસન નવાઝ 5 રનમાં આઉટ

12.4 ઓવરમાં 64 રનના કુલ સ્કોર પર પાકિસ્તાનની પાંચમી વિકેટ પડી છે. હસન નવાઝ 7 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો. અક્ષર પટેલે તેનો કેચ પકડ્યો.

Asia Cup 2025 : પાકિસ્તાનને ચોથો ઝટકો: કેપ્ટન સલમાન 3 રન બનાવીને આઉટ

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાનની મેચ હાલ સંપૂર્ણપણે એકતરફી જોવા મળી રહી છે. ભારતીય બોલર્સની દમદાર બોલિંગ સામે પાકિસ્તાનના બેટર્સને ટકવામાં મુશ્કેલી પડી રહી છે. પાકિસ્તાને 10 ઓવરમાં માત્ર 49 રને 4 વિકેટ ગુમાવી છે. પાકિસ્તાનનો કેપ્ટન સલમાન આઘા 12 બોલમાં માત્ર 3 રન બનાવીને આઉટ થયો. અક્ષર પટેલે તેની વિકેટ ઝડપી હતી.

Asia Cup 2025 : પાકિસ્તાનને ત્રીજો ઝટકો: ફખર ઝમાન 17 રન બનાવીને આઉટ

નબળી શરૂઆત બાદ પાકિસ્તાનના બેટર ફખર ઝમાન અને સાહિબઝાદા ફરહાને મેચમાં પકડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અક્ષર પટેલે ફખર ઝમાનની વિકેટ લેતાં પાકિસ્તાને 45 રનમાં ત્રણ વિકેટ ગુમાવી છે. ફખર 15 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો.

Asia Cup 2025 : પાકિસ્તાનને બીજો ઝટકો: મોહમ્મદ હારિસ 3 રન બનાવીને આઉટ

એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતની બોલિંગ સામે પાકિસ્તાનના બેટર્સ નબળા પડ્યા હોય તેવું જણાઇ રહ્યું છે. પહેલી ઓવરમાં હાર્દિક પંડ્યાએ સાઇમ ઐયુબની વિકેટ ઝડપી ત્યારબાદ મેચની બીજી ઓવરમાં બુમરાહે પાકિસ્તાનના મોહમ્મદ હારિસની વિકેટ ઝડપી છે. હારિસ 5 બોલમાં 3 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. 

પાકિસ્તાનને પહેલો ઝટકો: સાઇમ ઐયુબ શૂન્ય પર આઉટ

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમને ભારતીય ટીમે જોરદાર ઝટકો આપ્યો છે. મેચની પહેલી ઓવરમાં હાર્દિક પંડ્યાની બોલિંગ સામે પાકિસ્તાનનો ઓપનર સાઇમ ઐયુબ પ્રથમ બોલ પર જ એક પણ રન બનાવ્યા વગર પેવેલિયનમાં પાછો ફર્યો હતો. 

Asia Cup 2025 : પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે. સ્ટેડિયમ હજુ ભરાયેલું દેખાતું નથી. સ્ટેન્ડમાં ઘણી ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે.

પાકિસ્તાનની પ્લેઈંગ-11: સેમ અયૂબ, સાહિબજાદા ફરહાન, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), ફખર ઝમાન, સલમાન અલી આગા (કેપ્ટન), હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, સુફિયાન મુકીમ, અબરાર અહેમદ

ભારતની પ્લેઈંગ-11: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

વધુ સમાચારો માટે અહીં કલિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *