
રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજથી તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક શરૂ કરવામાં આવી રહી છે.
ભાવનગર મહાપાલિકાને નવા મેયરના નામની મહોર લાગી ગઈ છે. ભાવનગરના મેયર તરીકે કિર્તીબહેન દાણીધારિયાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કુમાર શાહની વરણી કરવામાં આવી છે. 52માંથી 44 સીટ જીતનારા ભાજપમા મેયર તેમજ વિવિધ કમિટીના ચેરમેનને લઈને અલગ અલગ નામોની ચર્ચાઓ શરૂ થઈ છે.
ભાવનગરમાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અનામત છે. આ વખતે 23 મહિલાઓ ચૂંટાઈને આવેલી છે તેમાં ગત ટર્મમાં સૌથી લાયક અને શિક્ષીત મહિલા ઉમેદવાર તરીકે કીર્તિબેન દાનીધારીયા કે જેઓ એડવોકેટ નોટરી છે તેમનું નામ સૌથી આગળ નામ હતુ જ્યારે વર્ષબા પરમાર કે જેઓ ગઈ ટર્મમાં કપાયા હતા તેઓ સંગઠનમાં સારી કામગીરી કરતા હોય તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું હતુ.
- મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયા
- ડેપ્યુટી મેયર તરીકે કુમાર શાહ
- સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયા