માફી માગો નહીંતર દેશભરમાં ખુલ્લા પાડીશું રાહુલને ભાજપની ચેતવણી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફેરેન્સ પર ભારતીય જનતા પાર્ટીએ પલટવાર કર્યો છે. BJPની પ્રેસ કોન્ફેરેન્સમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ દેશની જનતાને છેતરી રહ્યાં છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફેરેન્સ પર ભારતીય જનતા પાર્ટીએ પલટવાર કર્યો છે. ભાજપે પણ હાલમાં પ્રેસ કોન્ફેરેન્સ કરી. તેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ પર અનેક આરોપ મૂક્યાં છે. રવિશંકરે કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશમાં ભારતનું અપમાન કર્યું છે જેના માટે તેમણે માફી માગવી જોઈએ.

રાહુલ માફી માગે- રવિશંકર પ્રસાદ

ભાજપ નેતાએ કહ્યું કે જો રાહુલ ગાંધી માફી નહીં માગે તો ભાજપ તેમની સામે સમગ્ર દેશમાં કેમ્પેઈન ચલાવશે જેમાં કોંગ્રેસ નેતાને એક્પોઝ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 6 માર્ચથી રાહુલ ગાંધી વિદેશમાં છે. હવે તે અચાનક અહીં પ્રગટ થયાં અને ખોટું બોલવા લાગ્યાં. રવિશંકરે સવાલ કર્યો કે રાહુલ ક્યાર સુધી દેશને મિસલીડ કરશે.?

વિદેશમાં લોકતંત્રનું અપમાન

રવિશંકરે આરોપ લગાવ્યો કે રાહુલ વિદેશમાં ભારતનાં લોકતંત્રનું અપમાન કરવામાં આવ્યું છે. રવિશંકરે કહ્યું કે રાહુલને આદત થઈ ગઈ છે કે વિદેશમાં ભારતની જનતા, લોકતંત્રનું અપમાન કરે. રાહુલ ગાંધી તમે વાયનાડમાં અને હિમાચલમાં આ જ લોકતંત્રમાં જીત્યાં છો. નોર્થ ઈસ્ટમાં સફાયો થયો તો હવે સવાલો ઊઠી રહ્યાં છે.

તેમના માફીનામા માટે ભાજપ કેમ્પેઈન ચલાવશે

BJP નેતાએ આગળ કહ્યું કે ‘રાહુલ ગાંધીએ આજે પણ પોતાની પ્રેસ કોન્ફેરેન્સમાં વિદેશવાળા નિવેદન પર અફસોસ જતાવ્યો નથી. રવિશંકર બોલ્યાં કે રાહુલ ગાંધીએ એકવાર પણ ન કહ્યું કે તેમણે ઈંગ્લેન્ડમાં શું શું કહ્યું હતું. રાહુલ ગાંઘઈ તમારો અહંકાર દેશથી મોટો નથી. ભાજપની માગ છે કે રાહુલ ગાંધી માફી માગે. તેમના માફીનામા માટે ભાજપ કેમ્પેઈન ચલાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *