પી આઈ વર્ગ-૨ની ભરતી માટે જીપીએસસીની જાહેરાત
શારીરિક ક્ષમતા અને માપદંડ પરીક્ષાની તારીખ જાહેર
પ્રિલીમ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને લેવાશે પરીક્ષા

૨૨ થી ૨૬ એપ્રિલ દરમિયાન યોજાશે પીઈટી અને પીએસટી પરીક્ષા
મુખ્ય લેખિત પરીક્ષા ૧૯-૨૦ જુને યોજાશે
ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન એટલે કે જીપીએસસી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતી માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.૩ જાન્યુઆરીએ યોજાયેલ પ્રિલીમ પરીક્ષા ઉતીર્ણ કરનાર ઉમેદવારોની હવે શારીરિક ક્ષમતા અને માપદંડની પરીક્ષા લેવામાં આવશે.જેની તારીખ બુધવારે જાહેરાત કરવામાં આવી હતી.
ગત ૩ જાન્યુઆરીએ લેવામાં આવેલ પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રિલીમ પરીક્ષાનું પરિણામ જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં ઉતીર્ણ થનાર ઉમેદવારો માટે શારીરિક ક્ષમતા અને માપદંડ પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. બુધવારે ગુજરાત પબ્લિક સર્વિસ કમીશને આગામી ૨૨ થી ૨૬ એપ્રિલ દરમિયાન શારીરિક ક્ષમતા અને માપદંડ પરીક્ષા એટલે કે પીઈટી અને પીએસટી પરીક્ષા લેવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાત પબ્લિક સર્વિસ કમીશને ભરતી માટેની મુખ્ય લેખિત પરીક્ષાની પણ તારીખ જાહેર કરી છે. શારીરિક ક્ષમતા અને માપદંડની પરીક્ષામાં ઉતીર્ણ થનાર ઉમેદવારોની મુખ્ય પરીક્ષા ૧૯ અને ૨૦ જુનના રોજ લેવામાં આવશે.