સ્વતંત્રતા ના ૭૫ માં વર્ષ અન્વયે આણંદ ખાતે કાર્યક્રમ યોજાયો
રિપોર્ટ :- બીના પટેલ
આણંદ જિલ્લા માં ભારત ની સ્વતંત્રતા ના ૭૫ માં વર્ષ અન્વયે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના શિમલા ખાતે ના કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા ના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આણંદ ટાઉન હોલ ખાતે રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા કલેકટર શ્રી, આણંદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આણંદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી અંજનાબેન, આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રૂપલબેન તથા અન્ય ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.