શારજાહમાં ફસાયેલા ગુજરાતી યુવાનોની મદદે આણંદના સાંસદ મિતેષ પટેલ
રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના કાવીઠા ના વતની હર્ષલ અને શિવમ નોકરી અર્થે શારજાહ ગયા હતા 80 હજાર થી લાખ રૂપિયા સુધી ની રકમ એજન્ટ ને આપ્યા છતાંય દુબઈ જઈ આ બને યુવકો ને એક રૂમ માં ગોંધી રાખ્યા ની ફરિયાદ કુટુંબીઓ દ્વારા આણંદ સાંસદ મિતેષ ભાઈ પટેલ ને કરતા ત્વરીતજ સાંસદ કાર્યાલયે ફસાયેલા યુવાનોની વિગતો મંગાવી, ફસાયેલા યુવાનના પરિવારજનોને કાર્યાલય બોલાવ્યા હતા. અને વિદેશ મંત્રાલય-ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી સંપુણ મદદ કરવાની ખાત્રી અપાઈ હતી.સાથો સાથ આણંદ જિલ્લા ના લોકો ને આવા લેભાગુ એજન્ટો થી સાવચેત રહેવા જણાવ્યું હતું. કોઈ પણ લોભ લાલચ માં ન આવી વિદેશ માં નોકરી ની સંપુણ ખાત્રી કરી નેજ પોતાના બાળકો ને વિદેશ મુકવા પરિવાર ના વડીલો ને મિતેષ ભાઈ એ વિનંતી કરી હતી.આવી
જાગૃતિ અને લોકો ની તકલીફો માં ઉભા રહેતા આણંદ સાંસદ મિતેષ ભાઈ પટેલ ને આણંદ જિલ્લા ના લોકોએ બિરાદવ્યા હતા.