
શુક્રવારે, આરબીઆઈના સહાયક જનરલ મેનેજર બી મહેશે જાહેરાત કરી કે સેન્ટ્રલ બેંક માર્ચ અથવા એપ્રિલ સુધીમાં 100, 10 અને 5 રૂપિયાની જૂની સિરીઝ પરત ખેંચવાનો વિચાર કરી રહી છે. આરબીઆઈની આ જાહેરાત બાદ આ જૂની નોટોનું ચલણ સામાન્ય લોકોની બહાર રહેશે.
લોકો પાસેથી આ જૂની નોટો પાછી ખેંચવા અંગે બી મહેશે જણાવ્યું હતું કે આરબીઆઈ માર્ચ અથવા એપ્રિલ સુધીમાં આ નોટો પાછી ખેંચવાની યોજના ધરાવે છે. આરબીઆઈ દ્વારા આ નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ નેત્રાવતી હોલમાં જિલ્લા લીડ બેંક દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સુરક્ષા સમિતિ (DLMC)અને જિલ્લા કક્ષાની ચલણ વ્યવસ્થાપન સમિતિ (DLMC)ની બેઠકમાં સહાયક જનરલ મેનેજર બી.મહેશે આ વાત કહી હતી.
બી મહેશે જણાવ્યું હતું કે 10 રૂપિયાના સિક્કાની રજૂઆતના 15 વર્ષ પછી પણ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ આ સિક્કા સ્વીકાર્યા નથી. જે બેંકો અને આરબીઆઈ માટે સમસ્યા બની છે. તેમણે કહ્યું કે, “બેંકોએ લોકોને સિક્કાની માન્યતા અંગે અફવાઓ ફેલાવવાની જાણકારી આપવી જોઈએ. આ સાથે, બેંકે લોકોમાં 10 રૂપિયાના સિક્કાને પ્રોત્સાહન આપવાના માર્ગો શોધી કાઢવા જોઈએ.