અમરેલીની યુવતીના આપઘાત કેસમાં આરોપી પતિ સાસુ – સસરાને 10 વર્ષની સખત કેદ

અમરેલીની યુવતીના આપઘાત કેસમાં આરોપી પતિ સાસુ – સસરાને 10 વર્ષની સખત કેદ  અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં રહેતા વિશાલભાઈ નરસંગદાસ દેવમુરારી નામના યુવકની બહેન ભૂમિકાબેનના લગ્ન સુરત ખાતે રહેતા હાર્દિકભાઈ ભરતભાઈ કુબાવત સાથે થયેલા.ત્યારે લગ્ન બાદ અઢી માસના સમયગાળા દરમિયાન આ ભૂમિકાબેનના પતિ હાર્દિક ભરતભાઈ કુબાવત, સાસુ પ્રવિણાબેન કુબાવત તથા સસરા ભરતભાઈ બાબુભાઈ કુબાવતે તેણીને કરીયાવર, કામ આવડતું નથી તેમ કહી મેણા-ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય જેથી તેણીને તેમના ભાઈ વિશાલભાઈ સુરતથી અમરેલી પિયરમાં તેડી લાવ્યા હતા

ત્યારે તેણીએ ગત તા.1/5/2017ના રોજ અમરેલીમાં ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગેનો કેસ અત્રેની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સત્ર ન્યાયધીશ આર.ટી. વચ્છાણીએ સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલોને માન્ય રાખી મૃતક ભૂમિકાબેનના પતિ હાર્દિક કુબાવત, સાસુ પ્રવિણાબેન તથા સસરા ભરતભાઈ કુબાવતને આઈપીસી કલમ 306માં દોષીત ઠરાવી 10 વર્ષની કેદ તથા રૂા. પ હજારના દંડ તેમજ દહેજ પ્રતિબંધક ધારાની કલમ-4માં 1 વર્ષની સખત કેદ તથા રૂા. 3 હજારના દંડની સજાનો હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *